________________
૩૨૯
સોંપવામાં આવી અને ઈ. સ. ૧૭૮૧ પ્રમાણે તેની સરહદ નક્કી કરવામાં આવી. લૂઈએ ૪ કરોડ પાંડને દંડ ભર્યો. બેલિજમ અને હૉલંડને
રેજના વંશજ નીચે એક રાજ્ય તરીકે મૂકવામાં આવ્યાં. નોર્વે સ્વિડન સાથે જોડાયું. પ્રશિઆને જર્મનિમાં કેટલોક મુલક મળે. ઑસ્ટ્રિઆને ઈટલિને ઉત્તર ભાગ ને ઍડ્રિઆટિક સમુદ્રના કિનારા ઉપર કેટલેક ભાગ મળે. રશિઆએ ફિનલંડ લીધું. મધ્ય ઈટલિમાં નાનાં રાજ્ય ઉભાં કરવામાં આવ્યાં ને સ્કૂિઆ તેમનું રક્ષક બન્યું. સ્પેઈનની ને પોર્ટુગલની ગાદીઓ તેમના રાજવંશોને મળી. સ્વિટ્ઝર્વડની સ્વતંત્રતા જાળવવા માટે ચારેય મોટાં રાજ્ય બંધાયાં. સાર્ડિનિઆને ને સેવોયને નાઈસ મળ્યાં. જનિનાં નાનાં મોટાં રાજ્યો ભેળાં થઈ ઑસ્ટ્રિઆના પ્રમુખપણું નીચે રહે એમ નક્કી થયું. ઈગ્લેંડને (જર્મનિમાં) હેલિગેલેંડ, માલ્ટા, કેઈપ, મૉરિશિયસ, લંકા, ત્રિનિદાદ, ટોબેગ અને સેઈન્ટ લ્યુશિઆ મળ્યાં; બીજા છતાએલા દેશ અંગ્રેજોએ સૌ સૌને પાછા આપી દીધા. આ નિઅન ટાપુઓનું રક્ષણ કરવાની સત્તા પણ ઈંગ્લડને આપવામાં આવી.
આવી રીતે યુરોપ અને કાંસ વચ્ચેના ત્રેવીસ વર્ષના મહાવિગ્રહનો અંત આવ્યો. નેપોલિઅનની સાર્વભૌમ સત્તાને નાશ થયો. ઈંગ્લડે આ મહાવિગ્રહમાં સતત લડાઈ કરી હતી, અંગ્રેજ નાણાંથી યુરોપનાં રાજ્યો નેપલિઅન સામે લડી શક્યાં હતાં, અને અંગ્રેજ દરિયાઈ બળથી નેપોલિઅન થાકી ગયો હતો. વિગ્રહનાં છેલ્લા વર્ષોમાં અને છેલ્લા દિવસોમાં ઈંગ્લડે પેઈનમાં અને બેજિમમાં નેપોલિઅનની સત્તાને તેડી હતી. છતાં વિનાના તહમાં અંગ્રેજ મંત્રિમંડળે કાંસને ટકાવી રાખ્યું એટલું જ નહિ, પણ પ્રશિઆ અને ઑસ્ટ્રિઆના રાજ્યકર્તાઓને કબજામાં રાખી કાંસની સત્તાને નબળી કરવા દીધી નહિ અને કાંસને તેના કેટલાક દરિયાઈ મુલકો પાછો પણ આપ્યા. પણ ફેંચ રાજ્યક્રાંતિનાં નવાં સૂત્રો પ્રમાણે વિનાના તહ ઉપર સહીઓ થઈ શકી નહિ, કારણકે પલંડ, ઈટલિ,
એઈન, બેલ્જિઅમ, જર્મનિ, નોર્વે, તુર્કી અને પેઈન ને પોર્ટુગલના દરિયાઈ મુલકોમાં રાષ્ટ્રીય સત્તા કે રાજ્યવહીવટ સ્થપાયો નહિ. ઑસ્ટ્રિઆને મુખ્ય પ્રધાન મૅટનિક (Metternich) એ નવા સિદ્ધાંતોને કદ્દો