________________
૩૨૬
આવવાના ખબર મળ્યા. નેપોલિઅનના નામની ફ્રેંચ ઉપર જાદુઈ અસર થઈ.* અઢારમો લૂઈ ઘેન્ટ નાસી ગયે, નેપોલિઅન પેરિસમાં દાખલ થે અને પછી પોતાના શત્રુઓ સામે ચાલ્ય, માર્ચ-જુન, ઇ. સ. ૧૮૧૫. નેપોલિઅનની પાસે લગભગ સવા લાખ માણસોનું લશ્કર હતું. મિત્રરાજ્યનાં લશ્કરની સરદારી બ્લશર (Blucher) ને વેલિંગ્ટનને (Wellington) આપવામાં આવી હતી. બંનેની પાસે કુલ લગભગ બે લાખ માણસો હતા. લિગ્નિ પાસે બ્લશર હારી ગયો પણ કવાટરબ્રાસ પાસે ફેંચે હારી ગયા. જુનની અઢારમી તારીખે વૅટના મેદાન ઉપર વેલિંગ્ટન ને નેપલિઅન સામસામા આવ્યા. સવારના સાડા અગિયાર વાગ્યાથી તે ઠેઠ રાતના આઠ વાગ્યા સુધી વેલિંગ્ટને નેપોલિઅન સામે ભયંકર યુદ્ધ કર્યું. કેચ હારી ગયા. સવારે વેલિંગ્ટન ને ખુશરનાં લશ્કરે ભેગાં થઈ ગયાં. નેપોલિઅનના લશ્કરનો કચ્ચરઘાણ વળી ગયે. ફરીથી પૅરિસ મિત્રરાના હાથમાં ગયું. ફ્રેંચ ધારાસભાના ફરમાનથી નેપોલિઅને રાજ્યનું પ્રમુખપણું છોડી દીધું. તે અમેરિકા નાસી જવા માટે બંદોબસ્ત કરતો હતો પણ દરમ્યાન બ્રિટિશ નૌકાઓના પાકા પહેરાને લીધે તે કેદ થયો ને ઑગસ્ટ માસમાં તેને સેઇન્ટ હેલિનાના
જ પોતાની સામે આવેલા હથિઆરબંધ સિપાઈઓ પાસે જઈ તે Olle :-Soldiers, do you not know your general ? If there is one among you who desires to kill his Emperor, "let him do it now.
+નેપોલિઅને કસને કરેલી છેલ્લી સલામ બાયરને નીચેની જુસ્સાદાર કવિતામાં લખી છે, ઈ. સ. ૧૮૧૬–
Farewell to the Land where the gloom of my glory, Arose and nevershadowed the Earth with her name; She abandons me now-but the page of her story, The brightest or blackest, is filled with my fame. I have warr'd with a world which vanquished me only, When the meteor of conquest allured me too far; I have coped with the nations which dread me thus lonely, The last single captive to millions in war.