________________
૩૫
પાર પડ્યો નહિ એટલે નાપાર્ટ પાછો હશે; એ વખતે તેના લશ્કરનાં હજારે માણસે ટાઢ અને ભૂખમરાથી પાયમાલ થઈ ગયાં ને સાડા છ લાખમાંથી માત્ર ૬૦,૦૦૦ સિપાઈઓ સ્વદેશ પાછા વળ્યા. ઉપરાંત ૧૦૦૦ તપ રશિઆના હાથમાં ગઈ. આવી ભયંકર આફત છતાં નેપોલિઅને ઈ. સ. ૧૮૧૩-૧૪માં બીજાં મોટાં લશ્કરે તૈયાર કર્યા છે તેની અજબ આગેવાની સિદ્ધ કરે છે.
નેપેલિઅન જેમ જેમ પાછા હઠતો ગયો, તેમ તેમ રશિઅન લશ્કર પ્રશિઆ ઉપર ફરી વળવા માંડ્યું. સ્ટાઈન (Stein) જેવા દેશાભિમાની આગેવાનોને એટલું જ જોઈતું હતું. પ્રશિઅને નેપોલિઅનથી ઘણું કંટાળી ગયા હતા. તેઓ હવે રશિઆ સાથે ભળ્યા, માર્ચ, ઈ. સ. ૧૮૧૩.
ઑસ્ટ્રિઆને બરિઆ આ સંધિઓમાં સામેલ થયાં. નેપોલિઅન લાઈઝિકના (Leipzig) ત્રણ દિવસના યુદ્ધમાં-Battle of the Nationsસખ્ત હારી ગયે, અકબર, ઈ. સ. ૧૮૧૩. ફેંચે જર્મનિમાંથી નીકળી ગયા. પરિણામે હૉલંડ, સ્વિટ્ઝર્લડ, ઈટલિ, વગેરે દેશના લોકોએ પણ ફેંચે સામે લડાઈ જાહેર કરી. મિત્રરાજ્યો કાંસમાં દાખલ થયાં. ઈ. સ. ૧૮૧૪ના માર્ચની ૩૦મીએ પરિસ પડયું. પેઈન ને પોર્ટુગલમાંથી ફેંચને વેલિંગ્ટને ક્યારનાયે કાઢી મૂક્યા હતા. ફેંચોએ નેપોલિઅને હવે પદભ્રષ્ટ કર્યો. સોળમા લૂઈનો નાનો ભાઈ અઢારમાં લૂઈ તરીકે ક્રાંસનો રાજા થયો. નેપેલિઅનને એલ્બાને ટાપુ આપવામાં આવ્યું. તેની સ્ત્રીને પાર્મા મળ્યું. કાંસના રાજ્યને તે ઇ. સ. ૧૭૮૨ અગાઉ જેમ હતું તેમ રહેવા દેવામાં આવ્યું. યુરોપના મુત્સદ્દીઓને હવે નિરાંત વળી. તેઓએ સહજ માની લીધું કે યુરોપમાં હવે શાંતિ રહેશે અને નેપોલિઅન કદી પાછો સત્તા ઉપર આવી શકશે નહિ, માર્ચ, ઈ. સ. ૧૮૧૪.
નેપોલિઅનનું અપ્રતિમ સાહસ, ત્રણ માસનો છેલ્લો સંગ્રામ; વૉટલું; નેપોલિઅન કેદ, ઇ. સ. ૧૮૧૫The Hundred Days –મિત્રરા યુરોપની પરિસ્થિતિ વિએના મુકામે નક્કી કરતાં હતાં ત્યાં તે નેપોલિઅનના એબાથી નાસવાના ને કાંસ