________________
૩૨૦
હાનિ પહોંચી નહિ. અમેરિકાનાં સંસ્થાને આ ફરમાનથી ઘણાં ચીડાયો, કારણ કે તેમને વેપાર સમૂળગે બંધ થયે. યુરેપમાં બીજા રાજ્યોને ફરમાનેને અનાદર કર્યા સિવાય છૂટકે નહેતો. આ ફરમાનથી નેપોલિઅને યુરોપમાં ઘણો અળખામણો થઈ ગયો. ઈગ્લડે આ અરસામાં કોપનહેગનના નૌકાસૈન્યને કબજે કર્યું. આ કૃત્ય ગેરકાયદેસર હેવાથી આખું યુરોપ ગ્રેટબ્રિટન સામે ચડભડી ઉડ્યું. પણ નેપોલિઅનની જોહુકમી હવે યુરોપનાં બધાં રાજ્યને સાલતી હતી ને તે જોહુકમીના નાશનો વખત હવે નજીક આવતો હતો. - નેપોલિઅન, ઇ. સ. ૧૮૦૯–૧૨–પ્રશિઆમાં સ્ટાઈન (Stein) જેવા મુત્સદ્દીઓ હવે આગળ આવ્યા ને તેમણે નેપોલિઅન વિરુદ્ધ પ્રજામત કેળવ્યું. ઑસ્ટ્રિઆને ફ્રાંસિસ રાજા ફરી નેપોલિઅન સામે થવા કટિબદ્ધ થયો; પણ નેપાલ અને તેના પુત્રને વાગ્રામ (Wagram) પાસે હરાવ્યો તેથી તે ઈગ્લેંડના પક્ષમાંથી વળી ખસી ગયે, અકબર, ઈ. સ. ૧૮૦૯. તેણે પોતાની પુત્રીને નેપોલિઅન સાથે પરણાવી. નેપોલિઅને પણ યુરોપનાં રાજ્યના જુદા જુદા ભાગોને કાંસના રાજ્ય સાથે જોડી દીધા. નેપોલિઅને રશિઆને બીજા કરારથી તુક અને ફિનલંડનો કેટલોક મલક પચાવી પાડવાની છૂટ આપી, તેથી ઝાર એલેકઝાંડર થોડા વખત માટે તેના પક્ષમાં રહ્યો. પણ ઈ. સ. ૧૮૧૨ના જુનમાં રશિઆ ને નેપોલિઅન વચ્ચે લડાઈ સળગી. સ્વિડન પણ રશિઆ સાથે ભળ્યું.
પોર્ટલેંડ અને પર્સિયલ ઈ. સ. ૧૮૦૭-૧૨–રોમન કેથોલિક લોકોને છૂટ આપવાના સવાલ ઉપર ગ્રેનવિલે રાજીનામું આપ્યું હતું. પસિવલ ને પોર્ટલંડ તે બાબતમાં રાજાને સંમત હતા તેથી તેઓએ હવે દેશને કારભાર પોતાના હાથમાં લીધે. કેનિંગ આ મંત્રિમંડળમાં પરદેશખાતાના પ્રધાન હતો. કેસરના તાબામાં લશ્કરી ખાતું હતું. તેણે અંગ્રેજ લશ્કરમાં સુધારા કર્યા અને નેપોલિઅનની સામે તે ટક્કર ઝીલી શકે
+ ગ્રેટને (Grattan) પસિવલની નીચે પ્રમાણે નોંધ લીધી છે –He was not a first-rate line of battleships, but he was a first-class cruiser out in all weathers.