________________
૩૧૯
દેવા ફરજ પાડી. શિઆને તેણે ફ્રીલેંડના યુદ્ધમાં ભારે હાર આપી; પરિણામે ઝાર ઍલેકઝાન્ડરે નેપાલિઅનની સાથે ઇ. સ. ૧૮૦૭ના જુલાઈમાં ટિલસિટ (Tilsit) મુકામે સુલેહ કરી. પ્રશિઆના મોટા મુલક લઈ લેવામાં આવ્યા. વેસ્ટફેલિઆને પેાલંડનાં એ નવાં રાજ્યા ઉભાં કરવામાં આવ્યાં. તે સિવાય બંને રાજ્યકર્તાઓએ ઈંગ્લંડની દરિયાઈ સત્તાને તેાડી પાડવાને કરાર પણ કર્યો. તેપેલિઅન હવે યુરોપમાં સાર્વભૌમ સત્તા ભોગવવા લાગ્યા, કારણ કે સ્પેઈન તે પોર્ટુગલ તેના કબજામાં આવી ગયાં હતાં, ઇ. સ. ૧૮૦૬-૮.
નેપેાલિઅન ને અંગ્રેજ વેપાર.—જેમ જેમ લડાઈ લંબાતી ગઈ તેમ તેમ તેપાલિઅનને તે સમસ્ત ફ્રેંચ પ્રજાને ખાત્રી થતી ગઈ, કે ઇંગ્લંડની સત્તાને તેડવાનું માત્ર એક સાધન છે તે તે એ કે જેમ અને તેમ તે દેશના વેપાર તેાડી પાડવા. તટસ્થ રાજ્યા દુશ્મનાની સાથે વેપાર કરતા; તેમના ઉપર અંગ્રેજો ખાસ અંકુશ રાખતા. યુરેાપનાં રાજ્યાને આ અંકુશ ગમતા નહિ, કારણ કે તેમના વેપાર ઘટી જતા ને તેમના મ્હેસુલને હાનિ પહોંચતી. તેપાલિઅનના આગ્રહથી પહેલાં પ્રશિઆએ પોતાનાં બંદરામાં અંગ્રેજ વેપારને અટકાવ્યો. જવાબમાં અંગ્રેજ સરકારે પોતાનાં બંદરામાં જે પ્રશિઆનાં વહાણા હતાં તેમને કબજે કર્યાં અને બ્રેસ્ટથી તે ઠેઠ એલ્બ નદીના મુખ સુધીના કિનારા ઉપર પાકે પહેરા જાહેર કર્યાં. નેપાલિઅને બર્લિનથી હવે એક જાહેરનામું (Berlin Decree) બહાર પાડયું. સમસ્ત બ્રિટિશ ટાપુઓને તેણે ફ્રેંચ પહેરા નીચે મૂક્યા, તેમની સાથે બધે વેપાર બંધ કર્યો. તે પોતાના તે પોતાના મિત્રાના મુલકામાં રહેતા અંગ્રેજોને કેદી તરીકે જાહેર કર્યાં. અંગ્રેજ સરકારે પણ જવાબમાં સમસ્ત ફ્રેંચ તે ફ્રેંચેાના મિત્રાના વેપારને બંધ કર્યાં. નેપાલિઅને વારસાથી બીજું જાહેરનામું ( Warsaw Decree ) બહાર પાડયું ને ઉત્તર જર્મનના કાંઠા ઉપર પડેલા તમામ અંગ્રેજ માલીકીના માલ ખાલસા કર્યાં. ટિલસિટના કરાર પછી રશિઆએ પણ આ ધારણ સ્વીકાર્યું. વેપાર ઉપરના આ અંકુશાથી ક્રાંસને તે તેનાં મિત્રરાજ્યોને ઘણું નુકસાન થયું. ઈંગ્લંડ તેા દરિયા ઉપર સાર્વભૌમ હતું તેથી તેને ઝાઝી