________________
૩૧૬
બ્રેક જેમ લખી ગયા હતા તે પ્રમાણે પિટ વર્તો. પિટે તાજની સત્તાની પુનઃસ્થાપના કરી; પણ તે સત્તાને પ્રજામતને અનુકૂળ બનાવી રાજાને લોકપ્રિય કર્યો. જ્યાંસુધી પ્રજા કાઈ પણ નવા કાર્યને માગે નહિ ત્યાંસુધી તે કાર્ય કરી બતાવવું નહિ એમ પિટ માનતા હતા. જુના વિચારને જીની સંસ્થાને નવા કાળને અનુકૂળ કરવાં, પણ જુના ધેારણના કેવળ નાશ તેા ન કરવા, એમ પિટ માનતા હતા. ખીજાના જ વિચારે તેણે પોતાના કારભારામાં વ્યવહારમાં મૂક્યા; કોઈ નવા વિચારે તેણે પ્રજાને આપ્યા નથી. બ્રિટિશ હિંદુસ્તાનના રાજ્યતંત્રને તેણે સુધાર્યું તે તે ફૉસના ધારણ ઉપર; પાર્લમેંટને સુધારવાને તેણે પ્રયાસ કર્યાં તે પેાતાના બાપના તે વિલ્કસના ને ફૉસના ધોરણ ઉપર તે વર્ત્યા; તેણે આયર્લેંડના રાજ્યતંત્રમાં મોટા ફેરફાર કર્યો પણ તેમાંયે તેણે ટ્રૅટન, વગેરેના વિચારો જુદા રૂપમાં મૂક્યા; કરપદ્ધતિમાં તેણે ઍડમ સ્મિથના ગ્રંથને પ્રમાણભૂત માન્યા; વિગ્રહ કરવામાં તે ડંડાસના મત મુજબ વર્તતા; પર રાજ્યેા સાથેના વ્યવહારમાં તે હમેશાં ગ્રેનવિલને અનુસરતા. ટૂંકમાં, પિટ ચુસ્ત ટારિ હતા. તેના કારભારમાં જવાબદાર રાજ્યતંત્રની પ્રગતિ થઈ. તે ખરા મુખ્ય પ્રધાન હતા—માત્ર નામના નહિ. મંત્રિમંડળમાં બધા સભ્યો પિટની આજ્ઞાને અનુસરતા. રાજા સાથેના સંબંધમાં પણ તે હંમેશાં મુખ્ય પ્રધાન તરીકે તે પાર્લમેંટના આગેવાન તરીકે વર્તતા, એક મેટા પણ તાખેદાર વઝીર તરીકે નહિ. કરપદ્ધતિમાં તેણે કરેલા ફેરફારને લીધે દેશનાં આવક તે ખર્ચ ઉપર પાર્લમેંટની સત્તા વધી, ને લોકે દેશના હિસાબ બરાબર
સમજતા થયા.
પિટના ઇન્ડિઆ બિલથી ફ઼્રૉસના મુત્સદ્દાની નબળાઈ એ જરા પણ દૂર થઈ નહિ. વર્ષો સુધી ડંડાસે પેાતાના પક્ષના ને દેશના–સ્કૉટ્લેડના માણસાને બ્રિટિશ હિંદના કારભારમાં ભર્યા કર્યાં. લશ્કરની ને નૌકાબળની બાબતામાં પણ પિટે બેદરકારી બતાવી. ઇ. સ. ૧૭૯૩ની સાલથી તે ખાટી બીકથી સુધારાની ચર્ચા પણ સહન કરી શકતા નહિ. તેણે કારભાર નકામો કડક કરી નાખ્યા. પરદેશ સાથેના સંબંધમાં પણ પિટ ટારિ હતા પહેલાં તેણે ચાની સાથે સુલેહ કરી; રશિઆ સામે