________________
૩૧૨
પક્ષે સહીઓ આપી, માર્ચ. ઇ. સ. ૧૮૦૨. આ તહથી ઈંગ્લંડને લા ને ત્રિનિદાદના ટાપુઓ મળ્યા; ઈજીપ્ત તુકીને પાછું સોંપવામાં આવ્યું માલ્ટા ટાપુને કબજે ત્યાં જ Knights of St. John ને સોંપી દેવો ને તેને માટે બધાં રાજ્યની બાંહેધરી રહે તેમ નક્કી થયું. કાંસની ફતેહથી યુરોપમાં જે ફેરફારો થયા હતા તે બાબતમાં ઈંગ્લેંડ જરા પણ ઈસારો કરી શક્યું નહિ, કારણ કે અંગ્રેજ કારભારીઓ તે બાબતમાં પિતાની નબળાઈ બરાબર સમજતા હતા. તેઓએ જીતેલ ક્રાસને દરિયાઈ મુલક પણ આ વખતે જાતે કર્યો. પિટના કેટલાક મિત્રોએ આ તહને વખોડી કાઢયું, પણ પિટે પોતે મંત્રિમંડળને પોતાની અનુમતિ આપી. કાંસને, તેની રાજ્યક્રાંતિનાં સૂત્રને, ને નેપલિઅનનો વિજય આ તહની દરેક કલમમાં સ્પષ્ટ તરી આવ્યો. આમીન્સનું તહ ઝાઝો વખત ટકયું નહિ.
નેપોલિઅન અને ઇંગ્લંડ; ફ્રાંસ સાથે ફરી વિગ્રહ – આમીન્સના કરાર ઉપર હજુ સહીઓ તે થઈ નહોતી ત્યાં તો વળી ઈગ્લેંડ ને કાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે એવી દરેક જણને ખાત્રી થવા લાગી. અંગ્રેજી પત્રોમાં નેપોલિઅન ઉપર સખ્ત ટીકાઓ પ્રકટ થતી, તે નેપોલિઅનને બહુ ભારે પડી. નેપોલિઅન ઈલિના મહાજનસત્તાક રાજ્ય (Republic)નો પહેલો પ્રમુખ (President) થયે; તેણે ઈટાલિના પિત (Peidmont)નું પરગણું ફ્રાંસ સાથે જોડી દીધું. સ્વિટ્ઝર્લંડમાં અને હૉલંડમાં તેણે પિતાની વગ સ્થાપી. જર્મનિનાં નાનાં રાજ્યની સિતેણે પિતાની વગથી બદલાવી નાખી. અમેરિકામાં નેપોલિઅને કેટલા ઈ ટાપુઓને સર કરવા માંડ્યા. આયર્લંડમાં, ઇજીપ્તમાં સિરિઆમાં, તુર્કીમાં ને હિંદુસ્તાનમાં પણ
શેરિડને એક વાર કહ્યું–Look at the map of Europe. You will see nothing but France.
આ વિગ્રહના ચાર ભાગ પાડી શકાય: (૧) ઈ. સ. ૧૮૦૩-૦૫, ત્રીજા કોએલિશન સુધી. (૨) ઈ. સ. ૧૮૦૫–૦૭, મિત્ર રાજની હાર અને દિલસિટના કરાર સુધી. (૩) ઈ. સ. ૧૮૦૯-૧૨ મૉસ્કની સવારી સુધી. (૪) ઈ. સ. ૧૮૧૨–૧૫, જ્યારે રાજાઓ નહિ પણ પ્રજાઓ નેપોલિઅન સામે ઉઠી ને તે હારી ગયો.