________________
૩૧૧
ખરે. આ સવાલ તેણે હવે પોતાના મંત્રિમંડળના સભ્યો પાસે રજુ કર્યો. કેટલાએક સભ્યો તેની સામે થયા એટલું જ નહિ, પણ રાજા પાસે પણ તે ખાનગી બાબત લઈ ગયા. રાજાએ પિટને કહેવરાવ્યું કે કૅથલિકોને રાજ્યતંત્રમાં ને પાર્લમેંટમાં દાખલ કરવા દેવામાં આવશે તે તે પોતે તેની વિરુદ્ધ જશે, કારણકે પ્રોટેસ્ટંટ ચર્ચને હાનિ ન પહોંચે એવી રીતે પોતે વર્તશે એવા સોગન ગાદીએ આવતી વેળા તેણે લીધા હતા. પિટે જવાબમાં રાજીનામું આપવાનું કહેવરાવ્યું. જ્યૉર્જ મકકમ રહ્યો. પરિણામે પિટ પ્રધાનપદ ઉપરથી ખસી ગયો, માર્ચ, ઈ. સ. ૧૮૦૧. આ વખતે રાજા ફરી બેભાન થઈ ગયું હતું, તેથી ડૉકટરના કહેવા ઉપરથી પિટે જ્યોર્જને ખાત્રી આપી કે ફરીથી તે કદી કૅથલિકોને પ્રશ્ન રાજા પાસે મૂ કશે નહિ. આવું વચન પ્રજાને જવાબદાર પ્રધાન કદી આપી શકે નહિ ને તે દૃષ્ટિએ પિટનું કૃત્ય ગેરવ્યાજબી ગણાય ખરું. પહેલેથી જ તે મકકમ રહ્યો હતો તે જ્યૉર્જ દરમ્યાન થયો હોત નહિ. પિટના ઇ. સ. ૧૮૦૦ને કાયદાથી આયર્લૅડનું દરદ મટયું નહિ; તેને ઘા રૂઝાશે નહિ.
પ્રકરણ ૨૪મું નેપોલિઅન અને યુરોપ. પિટનું મરણ. મહાવિગ્રહની સમાપ્તિ. જ્યોર્જનાં છેલ્લાં વર્ષો, ઈ. સ. ૧૮૦૨-૨૦. ડિંગ , કારભાર:આમીન્સ (Aniens)નું તહ, ઇ. સ.
હાઉસ ઑવ્ કૉમન્સને પ્રમુખ (Speaker) ડંગ્ટન મુ . થે. લિવપૂલ (Liverpool) ને કેંસરે (Castlereagl) તેના ખાસ સહકારીઓ હતા. નેપલિઅને કાંસને આખા યુરોપમાં ફતેહ ઉપર ફતેહ અપાવી હતી, અને ઈંગ્લેંડને એકદમ એકલું કરી નાખ્યું હતું છતાં દરિયાઈ બળમાં ઈગ્લેંડ હજુ સાર્વભૌમ હતું. બંને પક્ષોને સુલેહ જોઈતી હતી, તેથી ઘણી વાટાઘાટ પછી આમીન્સના તહ ઉપર બંને
કોર્નવોલિસે ચે ખું કહી દીધું હતું કે –Ireland could not be saved without the Union, but you must not take it for granted thet it will be saved by it.
૧૮૦૧- તીરથતિ