________________
૩૧૦
ઘર કરી ગઈ. ઇ. સ. ૧૭૮૨માં અપાએલી કાયદાઓ કરવાની સ્વતંત્રતા ઈગ્લેંડના હિતવિરુદ્ધ છે ને તેથી તે સ્વતંત્રતા આયર્લડ પાસેથી હવે ખુંચવી લેવાની જરૂર છે, એમ પિટને બળવાથી ખાત્રી થઈ ગઈ
આયર્લંડ ને ઇંગ્લંડ ફરી એક રાજ્ય તરીકે (The Irish Union), ઇ. સ. ૧૮૯૦–પ્રોટેસ્ટ ને કેથોલિક સંપીને રહે તે માટે, પર રાજ્યો સાથે લડાઈ હોય ત્યારે આયર્લડ તરફથી કશી અડચણ ન નડે તે માટે, અને કૅથોલિકને હરેક જાતની છૂટ મળે એ માટે, પિટે આયર્લડની જુદી ધારાસભાઓને તેડી નાખી ને ઇંગ્લંડની પાર્લમેટને તે સંસ્થાઓની તમામ સત્તાઓ ફરી આપી દીધી. આયર્લંડની પાર્લમેંટના ઘણા સભ્યો આવી એકતાની વિરુદ્ધ હતા. દેશના કૅથૉલિકો પણ સામે હતા. પિટના મંત્રીઓએ કેથોલિકને કહ્યું કે જે બંને દેશો વચ્ચે સરકારે રજુ કરેલી એકતા થશે તે જ તેમને રાજકીય ને બીજી છૂટ આપવામાં આવશે; એકતા વગર નહિ. કૅથલિકો આ સંદેશને વચનરૂપે ભાની સંમત થયા. પાર્લમેંટના સભ્યો બર-શહેરના માલીકોના માણસો હતા. માલીકોને બદલામાં પટભર પૈસા આપવામાં આવ્યા; કેટલાએકને અમીરે બનાવવામાં આવ્યા; ઘણા સભ્યને વર્ષાસને, નોકરીઓ, વગેરે આપી સરકારી પક્ષમાં લઈ લેવામાં આવ્યા. બિચારા પ્રમાણિક કૉર્નવૉલિસને આ ખટપટમાં રોકવામાં આવ્યો હતો અને તેણે તે કામ સંતોષપૂર્વક પાર ઉતાર્યું, માર્ચ-ઑગસ્ટ, ઇ. સ. ૧૮૮ ૦.
આ ધારાથી હાઉસ ઑવ્ કૉમન્સમાં ઈરિશ લોકોના ચુંટેલા ૧૦૦, ને હાઉસ ઑવ્ લક્ઝમાં આઈશ અમીરના ચુંટેલા ૨૮ સભ્યો બેસતા થયા, આઇરિશ ચર્ચ ને બ્રિટિશ ચર્ચ પણ એક કરવામાં આવ્યાં, ને આઈરિશ ચર્ચના ચાર બિશપે વારાફરતી હાઉસ ત્ લક્ઝમાં બેસતા થયા.
આઈરિશ કૅથલિકને સવાલ. પિટનું રાજીનામું. જ્યૉર્જની હઠીલાઈ ઇ. સ૧૮૦૧ –આપણે ઉપર જોઈ ગયા કે આઈરિશ ધારાસભાઓને તેડતી વખતે જ પિટ કૅથલિકોને રાજ્યતંત્રમાં દાખલ કરવા માગતો હતો ને તે સંદેશ તેણે આયર્લંડના કૅથલિકોને મોકલ્યો હતો પણ