________________
૩૦૭
જેવી રાજ્યક્રાંતિ નહિ, પણ માત્ર થોડાએક સુધારાઓ માગતા હતા તે પિટ જોઈ શક્યો નહિ. દેશમાં મૂઠીભર મહાજનસત્તાની વાત કરવાવાળાની હાજરીથી તે ઘણે ગભરાવા મંડ્યો. પિતાની મુત્સદ્દીગીરી તે જરા પણ બતાવી શક્યો નહિ. પહેલાં તે પિટે રાજદ્રોહી લખાણ સામે એક સાધારણ ઠરાવ બહાર પાડ્ય, મે, ઇ. સ. ૧૭૮૨. યુરિટનેને કે રોમન કૅથલિકને છૂટ આપવાની કે પાર્લમેંટના બંધારણને સુધારવાની કે ગુલામી બંધ કરવાની વાતને પાર્લમેંટમાં ચર્ચા શકાતી પણ નહિ. ઈગ્લંડમાં આવતા પરદેશીઓ ઉપર સખ્ત પહેરે રાખવામાં આવ્યો, ને સરકાર કેટલાએકને દેશપાર પણ કરી શકે એવો ઠરાવ પસાર કરવામાં આવ્યું. રાજ્યદ્રોહના કાયદાને ઘણું જ સખ્ત ને મર્યાદિત કરી નાખવામાં આવ્યો. અદાલતે રાજ્ય સામેના નાના ગુન્હાઓને માટે પણ સપ્ત શિક્ષા કરતી. જાહેર સભાઓ સામે પ્રતિબંધ મુકાયો. પંચે પણ બેટો. ન્યાય કરતાં. હેબિઅસ કૅર્પસ ઍકટને એક બાજુ મૂકવામાં આવ્યો. વર્તમાનપત્રોનો ફેલાવો વધે નહિ તે માટે તેમના ઉપર સ્ટેમ્પ ને જાહેર ખબરના કરો નાખવામાં આવ્યા. છાપખાનાંઓ સરકારી અંકુશ નીચે મુકાયાં. પુસ્તકાલય, વાંચનાલયો, અને વિવાદો કે ચર્ચાઓ કરતી સભાઓ માટે પરવાના કાઢવામાં આવ્યા. મજુરે એકત્ર ન થાય તે માટે કાયદાઓ કરવામાં આવ્યા. ઘણું સાધારણ માણસો ઉપર નજીવા કારણસર કામ ચલાવી તેમને દેશપાર કરવામાં આવ્યા. હલકા બાતમીદારનું ને જાસુસનું જોર વધી પડયું. આવા કડક કારભાર માટે કશું કારણ નહોતું. તે વખતના અંગ્રેજો રાજાને ને દેશને એકદમ વફાદાર હતા. જવલ્લેજ કઈ અંગ્રેજે શત્રુ સાથે પત્રવ્યવહાર રાખ્યો હશે. ઈગ્લેંડના ઈતિહાસના કઈ પણ કટોકટીના પ્રસંગે એક પણ કારભારીમંડળે એવું તે કહ્યું કે નેંધ્યું નહતું કે એવે વખતે કારભાર ઉપર કદી ટીકા થઈ શકે જ નહિ, અને દરેક ટીકાકાર બંડખોર ને દેશદ્રોહી ગણાવો જોઈએ. આવા કડક કારભારને ઈગ્લંડની પ્રજાની અનુમતિ હતી તે આપણે કબૂલ કરવું પડશે માત્ર ફસ જેવા રડ્યાખડ્યા, મૂઠીભર અંગ્રેજો એના વિરુદ્ધ પિકાર ઉઠાવતા.
à seal 5-Liberty is order; liberty is strength.