SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ વહીવટને ઉડાડી મૂકયા અને પોતે દસ વર્ષ સુધી કૉન્સલ (Consul) રહે એવી વ્યવસ્થા કરી. પછી તેણે સુલેહ માટે જ્યૉર્જને સંદેશા માકલ્યા, પણ પિટે સુલેહ કરવા ના પાડી. નેપાલિઅને હવે ફ્રાંસના દુશ્મનેા તરફ નજર કરી. તેણે સ્વિટ્ઝલૈંડમાંથી તે ઉત્તર ઈટલિમાંથી ઑસ્ટ્રિઅન લશ્કરાને કાઢી મૂક્યાં, જુન-ડિસેંબર, ૧૮૦૦. પરિણામે ઑસ્ટ્રિઆએ, ને પછી સ્પેઇને, પોર્ટુગલે, સિસિલિએ, રશિઆએ, તુર્કીએ, તે પાપે તેપાલિઅન સાથે જુદી જુદી સુલેહા કરી, ફેબ્રુઆરિ, ઇ. સ. ૧૮૦૧–૨. જર્મનિનાં રાજ્યા પણ વિગ્રહમાંથી ખસી ગયાં. આવી રીતે ફરીથી ઇંગ્લંડ એકલું પડી ગયું. આ જ અરસામાં ઝાર પૉલની આગેવાની નીચે સ્વિડને, પ્રશિઆએ તે ડેન્માર્કે ઇંગ્લંડની દરિયાઈ જોહુકમી સામે ઇ. સ. ૧૭૭૦ની માફક વિરોધ ઉઠાવ્યો ને લડાઈની ધમકી આપવા માંડી. આવી રીતે ફ્રી ફ્રાંસ યુરોપમાં બળવાન થયું તે ઈંગ્લંડ એકલું જ તેના દુશ્મન તરીકે રહ્યું. પણ ઇ. સ. ૧૮૦૧માં નેલ્સને ડેન્માર્કને કાપવ્હેગન પાસે એક નૌકાયુદ્ધમાં હરાવ્યું, તેથી ડેન્માર્ક, રશિઆ ને સ્વિડન ઇંગ્લેંડના નૌકાબળને શરણ થયાં અને અંગ્રેજોના તમામ દરિયાઈ નિયમે તેઓએ કબૂલ કર્યો. નેલ્સન પિટના આંતર કારભાર, ઇ. સ. ૧૯૯૩-૧૮૦૨.-ફ્રાંસ સામે લડાઈ ચાલતી હતી તે કારણસર પિટે પોતાનું તમામ જીનું ધારણ ફેરવી નાખ્યું. તેને ફ્રેંચ રાજ્યક્રાંતિના બાઉ” લાગ્યા હતા. બર્કની માફક તે પણ એમ માનવા લાગ્યા કે ઈંગ્લંડ જો ફ્રેંચ રાજ્યક્રાંતિના કેટલાક ઈચ્છવાયાગ્ય મુદ્દા પોતાના રાજ્યતંત્રમાં ગોઠવશે, તે દેશમાં મોટી ઉથલપાથલ થઈ જશે અને ૧૬૮૮ની રાજ્યક્રાંતિ ઉપર એક્દમ પાણી ફરી વળશે. ઈંગ્લેંડના રાજ્યતંત્રમાં પણ સડા પેઠા હતા ને તેને પશુ સુધારાની જરૂર હતી, તે પિટ હવે ભૂલી ગયા. લોકો ફ્રેન્ચેાના }
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy