________________
૩૦૨
અરસામાં પિલંડના થડાએક ભાગને બીજી વાર પૂર્વ યુરોપનાં રાજ્ય ગળી ગયાં, ને ઈ. સ. ૧૭૦૫માં બાકી રહેલા ભાગને પણ તેઓ તેવી જ રીતે પચાવી ગયાં. ઈંગ્લેંડ, પ્રશિઆ, ઑસ્ટ્રિઆ, હૉલંડ, સ્પેઈન, સાર્ડિનિઆ, પોર્ટુગલ ને નેપલ્સ, એટલાં રાજ્યોએ પહેલાં ફાંસ સામે લડાઈ જાહેર કરી.
પિટ અને વિગ્રહ–પિટ એમ માનતો હતો કે વિગ્રહ ઝાઝ વખત ચાલશે નહિ. જોકે તેને આ માન્યતા વિરુદ્ધ વાર્યો પણ ખરે; છતાં શરૂઆતમાં તે તે ખોટા મતને વળગી રહ્યો. કાંસ દેશની પ્રજા એવી તે સડેલી નહતી. પિટની આ પહેલી ભૂલ થઈ. બીજું, તેણે ફ્રાંસના જુના રાજ્યતંત્રના પક્ષપાતી ફેંચ લોકો ઉપર વધારે પડતો ભરોસો રાખ્યો ને તેમને મદદ કરવા જુદી જુદી લશ્કરી ટૂકડીઓ જુદે જુદે ઠેકાણે રોકી. આ સાહસથી અંગ્રેજો ઝાઝું સાધી શક્યા નહિ અને તેમના પ્રયાસે બધા નિષ્ફળ ગયા. લશ્કરના સેનાપતિઓને નીમવામાં પણ પિટ જુના જમાનાના ધરણને વળગી રહ્યો અને એમાં કોઈ ફેરફાર કરી શક્યો નહિ. ઈંગ્લંડના મિત્રરાજ્યોને વહીવટ એકદમ સડી ગયું હતું અને કાંસ સામે લડવા જતાં તેમને જ ખુડદો વળી જાય એમ હતું, તે પણ પિટ જોઈ શક્યો નહિ. શત્રુઓની સબળતા અને મિત્રોની નિર્બળતા તેના મનમાં વસી શકી નહિ. શત્ર સામે લડાઈ શા માટે કરવી જોઈએ તે પિટ બરોબર સમજી કે સમજાવી શકશે નહિ. પ્રશિઆ, ઑસ્ટ્રિઆને રશિઆ, એમને તો સ્વાર્થ સાધો હતો. આ બાબત પિટ પહેલેથી કળી શક્યો નહિ. લડાઈખાતાની વ્યવસ્થા ઘણી જ ખરાબ રહી. યોજનાઓને પાર નહોત; પણ તેમાંની એક પણ રીતસર પાર પાડી શકાતી નહિ. ડંડાસ જેવા અજાણ્યા માણસ ઉપર આખા વિગ્રહને ભાર નાખવામાં આવ્યા હતા. આવાં સાધનો વડે ને આવી તૈયારીઓથી પિટને કાને (Carrot) ને નેપોલિઅન જેવાને મ્હાત કરવાના હતા. ટૂંકામાં નાનો પિટ વિગ્રહ માટે સરજાએલ નહેત; માટે પિટ સુલેહના કારભાર માટે સરજાએ નહોતો.
મિત્રરાજ્યો ને ફેંચ સત્તા. ઇ. સ. ૧૭૯૩–૯–શરૂઆતમાં તે બધે ઠેકાણે મિત્રરાની ફતેહ થઈ, અને જો તે તેઓ સંપીને લડ્યાં
*He knew as much of war as a monthly nurse.