________________
૨૯૫
કરને બેજે હવેથી પૈસાદાર લોકો ઉપર વધારે પશે. પાર્લમેંટના સભ્યને મફત પિસ્ટ મેકલવાને હક હતો, તેને તેઓ દુરુપયોગ કરતા. એ કારણથી પિટે આ હક ખેંચી લીધો ને દેશની આવકમાં વધારો કર્યો. ઈંગ્લેંડને વેપાર વધે ને તે સાથે રાજ્યનું ઉત્પન્ન પણ વધે, એ બાબત તેણે આ બધા સુધારાઓ કરતી વખતે ખાસ લક્ષમાં રાખી હતી. આ સુધારાઓ તેને ઍડમ સ્મિથના Wealth of Nations માંથી મળી આવ્યા હતા. વેપાર ઉપરના કૃત્રિમ અંકુશે જેમ બને તેમ દૂર કરવા જોઈએ એમ પિટ સમજો. ઈગ્લંડ ને આયર્લડને વેપાર તેને નિરંકુશ કરવો હતા, પણ કેટલાક વિરોધને લઈને તેમાં તે ફાવી શક્યો નહિ. પણ વેપાર વૃદ્ધિ માટે તેણે ઈંગ્લંડ ને કાંસ વચ્ચે મિત્રતા કરાવી, ઈ. સ. ૧૭૮૭. જગતના ને દાણુના છૂટા છૂટા નિયમેને તેણે એકત્રિત કર્યા ને એવી રીતે વેપારીઓના ધંધાને એકદમ સરળ કરી દીધે.
આંતર કારભારના બીજા અગત્યના મુદ્દાઓ –ઈ. સ. ૧૭૮૪માં પિટે હિંદને લગતો કાયદો કર્યો. તે પાર્લમેંટને સુધારવા માટે એક દરખાસ્ત લાવ્યો, પણ તેમાં તે ફાવ્યો નહિ; તે પછી તેણે કદી આ સવાલ હાથમાં લીધો નહિ. હિંદથી જ્યારે વરન હેસ્ટિંગ્સ પાછો આવ્યો ત્યારે બેઠે ને ફૉસે તેના ઉપર કામ ચલાવવાની દરખાસ્ત આણી; પિટે હિંદના કારભારના હિતની ખાતર આ દરખાસ્ત સ્વીકારી અને હેસ્ટિંગ્સ ઉપરનું કામ ઠેઠ ઇ. સ. ૧૭૮૫ સુધી ચાલ્યું. તેમાં છેવટે તે નિર્દોષ ઠર્યો. જ્યોર્જને પાટવી કુંવર જુગારી, ઉડાઉ, લંપટ અને અતિ દારૂડીઓ હતી; વળી તે ફૉકસ, શેરિડન ને વ્હિગ લોકોને મિત્ર હતો. રાજાને ને તેને ઘણે અણબનાવ ચાલતો હતો; વળી તેણે એક રામન કેથોલિક બાઈ સાથે ખાનગી લગ્ન કર્યું હતું. રાજાની પરવાનગી તેને મળી નહોતી તેથી એક તે લગ્ન ગેરકાયદેસર હતું; વળી રેમન કૅથોલિક સ્ત્રીની સાથે લગ્ન થએલું હોવાથી પાટવી કુંવરને ગાદી ઉપરને હક ઉઠી જાય એમ હતું. ઈ. સ. ૧૭૮૮ના નવેંબરમાં રાજાના મગજની સ્થિતિ નબળી થઈ જતાં તાજની સત્તા કોને સોંપવી એ બાબત મહત્ત્વની થઈ પડી. હવે જે કુંવરને સત્તા આપવામાં આવે તે