________________
૨૯૪
ધા ઉદ્યમી હતા. તે ધણી વાર ચીડાઈ જતા, જો કે એકંદર તેને સ્વભાવ મીઠા હતા. નાણાંવિષયનું તેનું જ્ઞાન સારૂં હતું. માણસાની પરીક્ષા તે સારી રીતે કરી શકતા નહિ, એ કારણથી તેને ઘણી વાર પાછું હઠવું. પડતું. યુરાપના તે ઇંગ્લેંડના જીવનમાં થતા નવા ફેરફારને તે ખરાખર સમજી શકતા નહિ, તેથી તેની ઘણી યેાજના નિષ્ફળ ગઈ ને તેથી તે કેટલીએક યાજનાએ તે ખીલકુલ સ્થાપી શક્યા પણ નહિ. તે સત્તાના ઘણા લાભી હતા. મોટા મોટા અમીરાને પણ તે પોતાની બહુ નજીકમાં આવવા દેતા નહિ, એવા તે તે પેાતાની સત્તાથી મગરૂબ રહેતા. તે પૂરા સ્વદેશાભિમાની હતા. પાર્લમેંટને કેવી રીતે સાચવવી તે પિટ બરાબર સમજતા–તેના બાપ ચૅધમમાં એવી કુનેહ નહેાતી. પિટ સામે થતા ત્યારે તે હંમેશાં નિડર રહેતા. મરણ સુધી તે દેવાદાર રહ્યો-છતાં પોતાના હાદાના તેણે સ્વાર્થ ખાતર દુરુપયોગ કર્યો નહિ..
પિઝા કારભાર, ઇ. સ. ૧૭૮૪–૯૨.—પિટના પહેલા મંત્રિમંડળમાં બહુ અસાધારણ શક્તિના માણસા નહાતા. એ કારણથી તે કુલ સત્તા અજમાવી શકયા અને રાજાના ઉપર સારા પ્રભાવ પાડી શક્યા. તે મુખ્ય કારભારી થયા એટલે તુરત જ કેટલાક અગત્યના સુધારા તેણે દેશમાં દાખલ કર્યાં.
કર. રાષ્ટ્રીય દેવું. વેપાર.—કેટલાએક વેપારીએ જગાત આપ્યા વગર આ વખતે માલ આયાત કરતા હતા. આ દાણચોરી અટકાવવા માટે પિટે કેટલીક જગાતે માફ કરી દીધી અને તેમને બદલે ધરવેરા વધાર્યાં. દાણચારીને પણ તેણે સખ્ત ઉપાયથી દાખી દીધી, છતાં ઉત્પન્ન કરતાં ખર્ચ વધી જતું; તેથી ખેાટ પૂરી પાડવાને તેણે પ્રજા પાસેથી નાણું વ્યાજે લીધું. અત્યાર સુધી આ નાણું લાગતાવળગતાઓ પાસેથી વ્યાજે લેવામાં આવતું. પિટે આ ખરાબ ચાલ બંધ કર્યો. અને સમસ્ત પ્રજા પાસેથી ઓછા વ્યાજે નાણું ઉપાડયું. ચાલુ ઉત્પન્નમાંથી એક અનામત રકમ મૂકીને તેણે રાષ્ટ્રીય દેવાને ધીમે ધીમે ઓછું કરવા માંડયું. કેટલાએક નવા કરા તેણે પ્રજા ઉપર નાખ્યા; પણ તેથી વેપારને નુકસાન ન થાય તે તેણે ખાસ ધ્યાનમાં રાખ્યું. ઉપરાંત,