________________
૨૯૩
કે ફોકસ મૂર્ખાઈથી પ્રજાની પ્રીતિ તદન ગુમાવી બેઠો છે ત્યારે તેણે નવી ચુંટણું કરવાની રાજાને સલાહ આપી. જે પાર્લમેંટને રજા આપી. પિટ ખરો. પડયો. ચૂંટણીમાં ફૉસને પક્ષ હારી ગયો. પિટ હવે રાજાની ને પ્રજાની અનુમતિથી મુખ્ય પ્રધાન બન્યું. આ વખતે તેની ઉંમર માત્ર ૨૪ વર્ષની હતી, ઇ. સ. ૧૭૮૪. | નાના પિટના ગુણદોષ—પિટ લાંબે ને એકદમ પાતળો હતો. તેની આંખમાંથી તેજના અંબાર વરસતા. તેના લાંબા નાકને લેકે ખાસ યાદ કરતા. ઠેઠ મરણ સુધી તે કુંવારો રહ્યો હતો. તેનું ચારિત્ર્ય ઊંચું હતું. તે કદી જુગાર રમતા નહિ. તે ઘણો ઉદ્દત ને થોડાબલે હ; રમત ગમતમાં તે ઝાઝો રસ લેતો નહિ. પણ ઘેર તે છોકરાંની સાથે પણ રમત. તે ખૂબ દારૂ પીતો. પણ પિટ શરીરે જેટલે નબળો હતો તેટલો જ મનોબળમાં મજબુત હતા. બચપણમાં તેને દુનિયાનો અનુભવ નહોતો થયો તેથી નાની બાબતોથી કે મુશ્કેલીઓથી તે કદી મુંઝાતે નહિ. ગ્રીક ને લેટિન સાહિત્યના ઊંડા અભ્યાસથી તેના વિચારે ને તેની મહત્વાકાંક્ષાઓ ઘણાં ઉદાત્ત બન્યાં હતાં. તેને પોતાની શક્તિમાં ઘણો વિશ્વાસ બેસી ગયો હતો. વળી તેના જન્મથી જ અર્લ ઑવ્ ચૈધમની કીર્તિ વધતી જતી હતી તેની અસર પિટના જીવન ઉપર સારી રીતે થઈ શકી હતી. તે મોટો વક્તા હતો; પણ બર્કના જેવી ફિલસુફી કે ચૈધમના જેવી તીખાશ તેના ભાષણોમાં નહોતી. કારભાર લીધા પછી તે સાહિત્ય તરફ ખાસ લક્ષ આપી શકતા નહિ. તે વિષયમાં તે કાંઈ કરી નથી. સાહિત્યપ્રેમીઓને તે ઝાઝું ઉત્તેજન પણ આપી ગયો નથી. તે ઘણો પ્રમાણિક હતા. કારભારી બન્યા પછી તેણે ૩૦૦૦ પંડની વાર્ષિક આવકવાળી જગ્યા જતી કરી. તેણે એક વાર પણ લાંચરૂશવતથી પોતાના હાથ કાળા કર્યા નથી. પિટ
* To a jaded and humiliated generation, the son of Chatham came as a new hope and a possible revelation. The change was thus not merely an epoch in the life of Pitt but in English politics. It was hailed by the nation as a new departure.
P. 67, Rosebery's Pitt.