________________
૨૯૨
ઊંડો અભ્યાસ કર્યો. ચૂધમ નાના પિટની કેળવણી ઉપર ખાસ લક્ષ આપતો. ગ્રીક અને લૈટિન લેખકના ફકરાઓને સુંદર અંગ્રેજી અનુવાદ તે હંમેશાં પુત્ર પાસે કરાવતો, ને બાઈબલ તે હંમેશ તેની સાથે વાંચતો. પહેલેથી જ નાને પિટ મહત્ત્વાકાંક્ષી થયો હતો. પિતાના બાપના જેવી કીર્તિ મેળવવા ને તેના જેવું નામ કાઢવા તો ઈચ્છા ધરાવતો હતો. ઇ. સ. ૧૭૮૦માં તેણે હાઉસ ઑવ્ કૉમન્સમાં જવા ઉમેદવારી કરી પણ તેમાં તે ફાવ્યો નહિ. પણ ઈ. સ. ૧૭૮૧માં તે એક સ્કવાયરની વગથી હાઉસ ઑવ્ કૉમન્સમાં દાખલ થયો. હાઉસ
ત્ લક્ઝની તેના બાપની ખાલી પડેલી જગ્યા તેણે પોતાના નાના ભાઈને આપી દીધી હતી. હાઉસ ઑવ્ કૉમન્સમાં તે નૉર્થના કારભાર ઉપર સખ્ત ટીકા કરવા લાગ્યો ને બર્ક તથા ફૉકસનો મિત્ર બન્યો. એ બંને જણ પિટ ઉપર ઘણા ખુશ રહેતા જ્યારે નૉથે રાજીનામું આપ્યું ને રોંકિંગહામ બીજી વાર પ્રધાન થયો ત્યારે તેણે પિટને આયર્લંડની નાયબતિજોરી અમલદારની જગ્યા આપવા માંડી, પણ યુવાન ને મહત્ત્વાકાંક્ષી પિટે તાબેદાર અમલદારી કરવાની ના પાડી. આ વખતે તેણે પાર્લમેંટનું બંધારણ ફેરવવાની એક દરખાસ્ત આણી, પણ તેમાં તે ફાવ્યો નહિ. ધમનો પક્ષકાર લૉર્ડ શેલબર્ન જ્યારે પ્રધાન થયા ત્યારે પિટ ચેન્સેલર ઑવ એસએકર . પણ નૉર્થ ને ફૉકસ મળી ગયા તેથી શેલબર્નને રાજીનામું આપવું પડયું. આ વખતે પિટે મંત્રી થવા રાજાને સાફ ના કહી. કૅકસે પિતાનો બ્રિટિશ હિંદને લગતો મુસદ્દો પાલમેંટમાં રજુ કર્યો. તેમાં તે હાઉસ ત્ લૉર્ડઝમાં હારી ગયો. રાજાએ તુરત પિટને મુખ્ય પ્રધાન બનાવ્યો. હાઉસ ઑવ કોમન્સમાં પિટના પક્ષકારે ઘણી ઓછી સંખ્યામાં હતા. ફીકસે આ સામે વાંધો લીધે. તે ઉપરાઉપરી પિટને સતાવવા લાગ્યો. પિટે ઠંડે પેટે બધું સહન કર્યા કર્યું ને જ્યારે તેને એમ જણાયું
#સાત વર્ષની ઉંમરે તેણે પોતાના શિક્ષકને એક વાર કહ્યું, “હું બીજો પુત્ર છું તે મને ગમે છે, કારણ કે હું હાઉસ ઑવ્ કૉમન્સમાં જઈ બાપની માફ મારા દેશની સેવા કરીશ.”
ta's als ob s 1:—He is not the chip of the old block (Chatham); he is the old block itself.