________________
૨૯૧
પ્રકરણ રરમું ત્રીજે જ્યોર્જ (ચાલુ). નાને પિટ ને નવા ટેરિઓને
કારભાર, ઈ. સ. ૧૭૮૩–૧૭૯૨. ટેરિઓની ફતેહ –ઈ. સ. ૧૭૮૩માં પાર્લમેંટના કામકાજના , અનુભવની ખામીને લીધે તથા ઉતાવળાપણાને લીધે ઉત્સાહી ને પુખ્ત ઉંમરનો ફૉકસ વીસ વર્ષના યુવક પિટ સામે લડતાં હારી ગયે, ત્યારથી તે ઠેઠ ઇ. સ. ૧૮૩૦ સુધી હિગ પક્ષના આગેવાને લગભગ કારભારથી બહાર રહ્યા; માત્ર વચમાં ટ્રક મુદત માટે ફૉકસની આગેવાની નીચે તેઓએ કારભાર હાથથાં લીધો હતો. હિગ પક્ષને વિનાશ તે ઇ. સ. ૧૭૭૦થી એટલે જ્યારથી નૉર્થ કારભારી થયો ત્યારથી જ શરૂ થઈ ગયો હતે. નાના પિટે તે વિનાશને પૂર્ણાહુતિ આપી, અને ટેરિ પક્ષને જુદા સ્વરૂપમાં મૂકી તેને સજીવન કર્યો. આ કારણથી આ પચાસ વર્ષના કારભારને ટેરિઓને કારભાર કહેવામાં કશી અડચણ નથી. પિટ થોડાએક મહિના સિવાય ઇ. સ. ૧૮૦૬ સુધી મુખ્ય પ્રધાન તરીકે રહ્યો. ઈ. સ. ૧૭૯૨માં ઈગ્લંડે ફાંસ સામે લડાઈ જાહેર કરી એટલે પિટના કારભારમાં પણ કેટલીક જડતા આવી. એ કારણથી આપણે આ પ્રકરણમાં નાના પિટના કારભારને ઈ. સ. ૧૭૮૧ સુધી તપાસશું, ને હવે પછીના પ્રકરણમાં પિટે ને ઈંગ્લડે કાંસ અને નેપોલિઅન સામે જે મહાયુદ્ધ કર્યું તે જોઈશું.
વિલિઅમ પિટ, પૂર્વ ચરિત્ર–મોટા પિટ અથવા અર્લ ચૈધમનેત્યાં નાના પિટનો જન્મ ઇ. સ. ૧૭૫૮માં મેની ૨૮મીએ થયો હતે. તેની મા અલ ગ્રેનવિલ અને ટેંપલની એકની એક બેન થતી હતી. પિટ નાનો હતો ત્યારે તેની તબીઅત ઘણુ ખરાબ રહેતી; સંધિવાનું દરદ તેને નાનપણથી જ લાગુ પડયું હતું, છતાં માંડમાંડ કૅબ્રિજ જઈ થોડુંક ભણી શકે. લંડન તે વારંવાર જતો ને પાર્લમેંટમાં હાજરી આપતેઃ છતાં ઘેર તેને અભ્યાસ સારો ચાલતે. લૅટિન ને ગ્રીક તે સારી પેઠે જાણુતે. પ્રસિદ્ધ અંગ્રેજ અર્થશાસ્ત્રી ઍડમ સ્મિથના Wealth of Nations નામના પુસ્તકને તેણે પિતાની નાની અવસ્થામાં જ ઘણે