________________
૨૯૦
ફૉકસની હારે નાનો પિટ સત્તા ઉપર, ઇ. સ. ૧૭૮૩-૪ રાજા ફૉસને ઘણે ધિક્કારતો ને તેને માટે બંડખેર ગણતો. ફૉસે પણ હવે પોતાના મનોરથો પાર પાડવા રસ્તાઓ લેવા માંડ્યા. તે ખશે “ડિકલ” હતું–તેને તાજની સત્તા પાર્લમેંટના અંકુશ તળે લાવવી હતી, પાર્લમેટને સુધારવી હતી, સંસ્થાના, આયર્લંડન ને હિંદના કારભારને વ્યવસ્થા ઉપર મૂકો હતો ને વેપારને અડચણ વિનાને કરો હતો. પણ તેણે ભૂલ ઉપર ભૂલ કરી. પહેલાં તે તેણે નૉર્થ સાથે ભળવામાં ગંભીર ભૂલી કરી. ગમે તે પ્રકારે કારભારું હાથમાં લેવું, એ તેને વિચાર હવે જગજાહેર થઈ ગયો. તેણે પોતાના પક્ષને નિર્બળ કરી નાખ્યો. પરિણામે ચાળીસ વર્ષ સુધી વિહગ લોકો સત્તા ઉપર આવી શક્યા નહિ. તેણે બ્રિટિશ હિંદના કારભાર માટે બે મુસદ્દાઓ પાર્લમેંટ સમક્ષ મૂક્યા; હાઉસ વ્ કૉમન્સમાંથી તે તે પસાર થયા, પણ પ્રજામાં મોટો ખળભળાટ થયો. લોકોએ એવું ધાર્યું કે ફૉડસ ને તેના પક્ષકારો હવે મોટી વગ ધરાવતા થશે ને પરિણામે તેઓ પ્રજાથી પણ સ્વતંત્ર થઈ જશે દુશ્મનોએ આ ગભરાટને લાભ લીધે. રાજાને ફૉસને કાઢવો હતું, તેથી તે પણ વચમાં પડશે. તેણે પિતાના માનીતા ટેપલ મારફત અમીરને કહેવરાવ્યું કે જે કોઈ ફૉસના મુસદાને માટે મત આપશે તેને રાજા પિતાને અંગત દુશ્મન ગણશે. પરિણામ ધાર્યા પ્રમાણે જ આવ્યું. ફૉસ હાઉસ ઑવ્ લૉર્ડઝમાં હારી ગયો. પિટ મુખ્ય પ્રધાન બન્યો. ફૉસે તેને હાઉસ ઑવ્ કૉમન્સમાં પજવવા માટે ઘણું ફાંફાં માર્યોપણ તેથી તે અળખામણો થઈ ગયો. પિટે આ કસોટી કુનેહથી વળોટાવી દીધી. પાલમેંટ બરખાસ્ત કરવામાં આવી. નવી ચુંટણીમાં ફૉસના શહીદ(Martyrs) હારી ગયા. પિટ હવે ખરો કારભારી બન્યો. તે વખતે તેની ઉમર માત્ર ચોવીસ વર્ષની હતી.* ફોકસ સત્તાભ્રષ્ટ થયો એટલે જુની અમીરાતની રાજકીય સત્તાને પણ નાશ થયે; પણ તે સાથે રાજાની નિરંકુશ સત્તાને પણ નાશ થશે.
*A sight to make surrounding nations stare, A kingdom trusted to a schoolboy's care.