________________
૧૭૮૧માં સંસ્થાનિકોને કાંસથી વખતસર મદદ મળી ગઈને અકટોબરની ૧૮મી તારીખે યૉર્કટાઉન પાસે કૉર્નવોલિસ તમામ લશ્કર સાથે વૉશિંગ્ટનને શરણ થયો. તે જ સાથે લડાઈને પણ અંત આવ્યો. - સ્વતંત્ર અમેરિકા –સંસ્થાને સ્વતંત્ર થયાં તેથી ઈંગ્લંડને અગત્યની ' શિક્ષા મળી. અત્યારે તે સંસ્થાના આંતર કારભારમાં કદી દરમ્યાન થતું નથી. પૅસિફિક મહાસાગરમાં હવે એક મોટી સત્તા ઉભી થઈ. ધીમે ધીમે અમેરિકન ઠેઠ ઍલૈંટિક મહાસાગર સુધી પશ્ચિમમાં જઈ પહોંચ્યા. મધ્ય ને દક્ષિણ અમેરિકાના પ્રદેશમાં પણ તેઓ યુરેપિઅન રાજ્યોની દરમ્યાનગીરી સ્વીકારતા નથી. આ નીતિને Ionroe Doctrine કહેવામાં આવે છે. નવાં સંયુક્ત સંસ્થાનો વેપાર વગેરેમાં ઘણાં આગળ વધ્યાં. અત્યારે તેઓ દુનિયામાં પહેલી પંક્તિમાં આવે છે.
રાજાનો પરાજય, રૉકિંગહામના ને મેલબર્નના કારભારે, સુલેહ, સ્વતંત્ર અમેરિકા, ઈ. સ. ૧૯૮૨-૮૩-નૉર્થ ગયો એટલે રાજાને વિહગ આગેવાનોને મંત્રિમંડળમાં આવવા નિમંત્રણ આપ્યા સિવાય છૂટકો નહોતો. પણ એકલા હિંગથી તંત્ર ચાલે તેમ ન હોવાથી તેમને રાજાના માનીતા શેલબર્નને પિતાની સાથે રાખવો પડે. રૉકિંગહામ બીજી વાર મુખ્ય પ્રધાન થયો. આ નવા પ્રધાનએ કટ્રેકટરને પાર્લમેંટમાં બેસતા બંધ કર્યા, અમલદારોના મતાધિકાર લઈ લીધા, ને રાજાના ખાનગી ખર્ચમાં ઘણું ઘટાડો કરી નાખ્યો. આયર્લંડને સંસ્થાનના જેવી સ્વતંત્રતા મળી, ઇ. સ. ૧૭૮૩. જુલાઈ માસમાં રૉકિંગહામ મરી ગયો એટલે તેના માણસોએ પણ રાજીનામું આપ્યું. શેલબર્ન હવે મુખ્ય મંત્રી થયો. તેણે સુલેહ કરી નવેમ્બર, ૧૭૮૩. અમેરિકાનાં સંસ્થાનો સ્વતંત્ર થયાં. ક્રાંસને ટોબેગ, સેનિગાલ, ગેરી, ને હિંદનાં તેનાં પાંચ થાણાઓ મળ્યાં, પેઈનને માઇનૉર્ક ને પૂર્વ ફલોરિડા મળ્યાં. હૉલંડને હિંદમાંનું નેગાપટણનું થાણું માત્ર છેડી દેવું પડ્યું. આ સુલેહ વર્માઈલની સુલેહના નામથી ઓળખાય છે. પાર્લમેંટમાં ફૉકસ અને નોર્થ સામા થયા તેથી શેલબર્ને રાજીનામું આપ્યું ને ફૉસે ને નૉર્થે સંયુક્ત મંત્રિમંડળ (Coalition) ઉભું કર્યું.
૧૮