________________
૨૮૨
જ્યારે સંસ્થાનો સામે લશ્કર મોકલ્યાં ત્યારે તેઓએ તેમના ઉપર સખા ટીકાઓ કરી. જ્યારે જ્યારે અંગ્રેજ લશ્કર હારી જતું ત્યારે દરેક વાર તેઓજાહેર રીતે તે હારને શુભ સમાચાર રૂપે વધાવી લેતા, ને સંસ્થાનિકેની જીતને સ્વદેશની છત રૂપે માનતા. ત્રીજો પક્ષ રાજાના માનીતાઓને હતે. તેઓ સંસ્થાનિકોને હર પ્રકારે દબાવી દેવા માગતા હતા, જો કે તેમનામાં કેટલાક લેકે સંસ્થાનિકોને મનાવી લેવા પણ ઈચ્છતા હતા. પણ આ પક્ષને ખરી રાજ્યનીતિ આવડતી નહોતી. તેઓ યુરેપનાં રાજ્યને તટસ્થ રાખી શક્યા નહિ, દેશના દરિયાઈ લશ્કરને ને જમીન ઉપરના લશ્કરને એગ્ય રીતે તૈયાર કરી શક્યા નહિ, અને સંસ્થાનિકમાં જે ઇંગ્લંડના પક્ષપાતીઓ હતા તેમને પણ તેઓએ ખરાબ વર્તનથી, દબાણથી કે કડક કારભારથી પિતાથી અળગા કરી દીધા અને છેવટે ન છૂટકે સંસ્થાનને સ્વતંત્રતા આપી. શરૂઆતમાં બંડખોરોને કડક શિક્ષા કરીને, અને બીજાઓને પિતાના પડખામાં રાખીને પાર્લમેટમાં પિતાના વિરોધીઓને તેઓએ જે શાંત રાખ્યા હોત, તે અમેરિકાને સવાલ ઘણો સરળ થઈ ગયો હોત અને ઈગ્લેંડને યુરોપમાં પાછી પાની કરવી પડત નહિ. આટલે વિચાર કર્યા પછી હવે સંસ્થાને ને ઈંગ્લેન્ડ વચ્ચે જે વિગ્રહ થયે તે, અને યુરોપનાં રાજ્યો તેમાં દરમ્યાન કેમ થયાં તે, આપણે તપાસીએ. / . ઇંગ્લેંડ અને સંસ્થાને વચ્ચેની તકરાર, ઇ. સ. ૧૭૭૦
૭૫–અમેરિકાનાં સંસ્થાને ઉપર ટાઉનશેન્ડે જે કરે નાખ્યા હતા તે બધા નૉર્થ હવે રદ કર્યા અને માત્ર ચા ઉપર જગાત ચાલુ રાખી, માર્ચ, ઈ. સ. ૧૭૭૦. પણ એ જ વખતે કેટલાએક અંગ્રેજ સિપાઈઓને બેસ્ટનના લોકો વચ્ચે તકરાર થતાં લોકો ઉપર તેઓએ ગોળીબાર કર્યો ને તેમાં ત્રણ માણસો માર્યા ગયા; એ કારણથી બેસ્ટનના લોકો ઘણા ઉશ્કેરાઈ ગયા અને અંગ્રેજ લશ્કરને શહેર ખાલી કરી દેવું પડયું. આ બનાવથી નૉર્થની સુલેહભરી રાજ્યનીતિને લોકોએ અવળો અર્થ કર્યો. સેમ્યુએલ ઍડમ્સ નામની સંસ્થાનિક લોકોને ઈગ્લેંડ વિરુદ્ધ ઉશ્કેરવા માંડયા. માસાયુસેટ્સના ગવર્નર ને અમેરિકાના જ વતની હચિનસને ને ડેપ્યુટિ ગવર્નર ઑલિવરે એક અંગ્રેજને અમેરિકાના પ્રશ્ન ઉપર