________________
૨૮૩
લખેલા કાગળે ઈગ્લંડમાં રહેતા સંસ્થાના પ્રતિનિધિ બેન્જામિન ફ્રાંનિના હાથમાં આવ્યા ને તેણે તે કાગળો ઍડમ્સ ઉપર મેકલી આપ્યાં. આ કાગળો પ્રસિદ્ધ થતાં સંસ્થાનમાં મેટે ખળભળાટ થયે. ઈંગ્લંડમાં તે બાબતની તપાસ ચાલતાં ફાંકિલનનું સખ્ત અપમાન કરવામાં આવ્યું. કાંકિલન હવે ઈંગ્લંડનો કટ્ટો દુશ્મન થયું. ઈસ્ટ ઈન્ડિઆ કંપનિએ અમેરિકામાં પરબારી મોકલેલી ચા બેસ્ટનના કેટલાક તેફાની લોકોએ દરિયામાં ડૂબાડી દીધી. બીજાં બંદરો ઉપર ચાની પેટીઓ ઉતારી શકાઈ જ નહિ, કારણ કે લોકો ઘણા ઉશ્કેરાઈ ગયા હતા, ડિસેંબર ઈ. સ. ૧૭૭૪. આ બંડ માટે બોસ્ટનનાં બંદરનો વેપાર બંધ કરવામાં આવ્યો અને તેને સંસ્થાનના મુખ્ય નગરમાંથી કમી કરવામાં આવ્યું, તે જ સાથે માસાયુસેટ્સના સંસ્થાનના તંત્રમાં પણ અગત્યના ફેરફાર કરવામાં આવ્યા. બંડખોર લોકોને ન્યાય ઇંગ્લંડમાં કરવાનું ફરમાવવામાં આવ્યું અને સિપાઈઓ લેકના ઘરમાં પરાણે રહી શકે એવો કાયદો કરવામાં આવ્યો. સંસ્થાનિક તો ઉલટા વધારે છંછેડાયા. ઇ. સ. ૧૭૭૪ના સપ્ટેમ્બર માસની પાંચમી તારીખે ફિલાડેલ્ફિઆ નગરમાં તેમના પ્રતિનિધિઓ ભેગા થયા અને જ્યૉજિઆ સિવાયના એટલે બાર સંસ્થાનોએ એ કોંગ્રેસમાં ઈંગ્લેંડના જોહુકમી અમલ સામે જાહેર વાંધો ઉઠાવ્યો. આ મહાસભાની બેઠકની ઈગ્લંડમાં કાંઈ અસર થઈ નહિ. માસાગ્યુસેટ્સનો ગવર્નર ગેઈગ (Gage) સખ્ત ઉપાયે લેવા લાગે. કેટલાએક સંસ્થાનિકોએ લડાઈ માટે એકઠી કરેલી સામગ્રીને નાશ કરવા તેણે એક નાની લશ્કરી ટુકડીને સખ્ત હાર આપી. આ લડાઈ લેસિટન (Lexington') પાસે થઈ, ને ત્યારથી સંસ્થાને ને ઈંગ્લેન્ડ વચ્ચે લડાઈ સળગી, ૧૮ મે, ઈ. સ. ૧૭૭૫. એની દસમી તારીખે ફિલાડેલ્ફિઆ મુકામે બીજી મહાસભા–કોંગ્રેસ મળી, અને તેમાં સંસ્થાનિકોએ જ્યૉર્જ વોશિંગ્ટન જેવા શૂર, નિઃસ્વાર્થી, પ્રમાણિક, અડગ, બુદ્ધિશાળી,ને ઉધમી અમેરિકનને સરદારી આપી. બળવો હવે ખરે .
બંડખોર સંસ્થાનો ને ઇંગ્લેન્ડ વચ્ચે વિગ્રહ–લેસિઝનના