________________
૧૮૧
કરવાની
ઘટયે। અને ત્યાંના પ્રોટેસ્ટંટાને નાણાંના વિષયમાં અને કાયદા ખખતમાં ખરી સ્વતંત્રતા જોઇતી હતી. ગ્રૅટન, (Grattan) તે લડ (Flood) જેવા બાહેાશ આઇરિશાએ આ હીલચાલની આગેવાની લીધી. આઇરિશ ડિસેંટરાને કેટલીક છૂટ આપવામાં આવી; ઈંગ્લંડમાં રેશમન કૅથૉલિકાને જમીન ખરીદ કરવાની છૂટ આપવામાં આવતાં લૉર્ડ જ્યૉર્જ ગૉર્ડન નામના ભ્રમિત કૅથૉલિક અમીરની આગેવાની નીચે ઇંગ્લંડમાં પાંચ રાજ સુધી કેટલાંક તાકાને થયાં ને મંત્રિમંડળના સભ્યો એટલા તે ગભરાઈ ગયા, કે જો રાજા વચ્ચે ન આવ્યા હાત તે લંડન શહેરને નાશ થાત અને રાજતંત્ર પણ ગબડી પડત, જીન, ઇ. સ. ૧૭૮૦. કૉર્નવૉલિસની હાર પછી નાર્થે તુરત જ રાજીનામું આપ્યું, માર્ચ, ઇ. સ. ૧૭૮૨.
અમેરિકાના સવાલ. હઠીલાં રાજાપ્રજા. વિરુદ્ધ પક્ષની નખળાઈ.—દરમ્યાન અમેરિકાનાં સંસ્થાનેને સવાલ ધણા ગંભીર થતા જતા હતા. સંસ્થાનેાના આગેવાને પહેલાં સ્વતંત્રતા જાહેર કરવા માગતા નહાતા. કૅનેડા ને દક્ષિણ સંસ્થાના તે ઇંગ્લંડને વફાદાર હતાં. કૅનેડાએ તે ઠેઠ સુધી ઈંગ્લેંડ સામે થવા તે બંડખાર સંસ્થાનિકા સાથે ભળવા નાજ પાડી. સંસ્થાનો પાસે શરૂઆતમાં નહોતું સારૂં જમીન ઉપરનું કે દરિયાઈ લશ્કર; તેમની પાસે નહાતું નાણું કે તેમને નહતી પર રાજ્યની મદદ. પણ ઈંગ્લેંડનાં કારભારીઓની કડક અને મૂર્ખ રાજ્યનીતિથી છેવટે ઈંગ્લેંડ તે સંસ્થાના વચ્ચે લડાઈ થઈ, તે તેમાં યુરેાપનાં રાજ્યા દરમ્યાન થયાં, એટલે લડાઈનું પરિણામ પણ ભયંકર આવ્યું. ખુદ ઈંગ્લેંડમાં ત્રણ પક્ષ હતા. એક પક્ષ એમ માનતા હતા કે સંસ્થાને સ્વતંત્ર થાય તે તેમને ને ઇંગ્લેંડને, બંનેને દરેક રીતે લાભ થશે; પણ આવી માન્યતા ધરાવનારાએની સંખ્યા ધણી જીજ હતી. બીજો પક્ષ એમ માનતા હતા કે સંસ્થાનાને ગમે તે પ્રકારે મનાવી લેવાં તે તેમની સામે લડાઈ તેા કદી કરવીજ નહિ. બર્ક, ચૅધમ, વગેરે આ પક્ષમાં હતા. રાજાના કારભારીઓએ
ગૅટન કહેતા કે આયર્લેડને ચાર દરદ લાગુ પડયાં છે—A foreign legislature, a foreign judicature, a legislative privy council, a perpetual army.
1