________________
૨૮૦
પ્રકરણ ૨૧મું ત્રીજે જ્યૉર્જ રાજા કુલમુખત્યાર. અમેરિકાનાં
સંસ્થાને સ્વતંત્ર. લૉર્ડ નૉર્થને કારભાર, ઇ. સ. ૧૯૭૦-૮૩–નો પ્રધાન નૉર્થ ટીખળી, સહનશીલ, ઉદ્યમી, અને ચર્ચામાં વિરોધીઓને સારી રીતે થકવી નાખે એવો હતો. ચૂધમ અને હિગ આગેવાને પરસ્પર લડી મરતા હોવાથી ને રાજાના મિત્રો નર્થને જ અનુમોદન આપવા બંધાએલા હોવાથી નવું તંત્ર સારી મુદત સુધી ટકી શક્યું. મંત્રિમંડળના બધા સભ્યો રાજાના ગુલામ થઈને રહ્યા. દરેક નાની બાબતને નિકાલ રાજા પોતે જ કરતો. પાલેમેંટના સભાસદો રાજા પાસેથી એક લાંચરૂશવતે લેતા અને રાજાના કહેવા મુજબ મત આપતા. દેશમાં પક્ષાપક્ષી ઘણી વધી પડી. રાજાનું તંત્ર નિષ્ફળ નીવડયું, કારણ કે તેનામાં કે તેના નવા અમલદારોમાં ઊંચા પ્રકારની શક્તિ નહોતી અને ઊંચી શક્તિવાળા મુત્સદ્દીઓને તે તેઓએ કારભારમાંથી બાતલ કરી નાખ્યા હતા.
નૉર્થના કારભાર દરમ્યાન પિતાનું કામકાજ પ્રસિદ્ધ કરવા સામે પાર્લમેંટ વાંધો લેતી તે બંધ થયું. રાજાને પોતાના કુટુંબીઓના લગ્નવ્યવહાર ઉપર પૂરી સત્તા આપવામાં આવી. પલંડના કેટલાક પ્રદેશને ઑસ્ટ્રિઆ, રશિઆ ને પ્રશિઆ ઈ. સ. ૧૭૭૬માં ગળી ગયાં ત્યારે નૉર્થનું મંત્રિમંડળ ચૂપ બેસી રહ્યું, પણ પેઈનને ફેંકલેંડના ટાપુઓ તાબે કરતાં તેમણે અટકાવ્યું. કેનેડાના સંસ્થાનને થોડુંએક સ્વરાજ્ય આપવામાં આવ્યું. હિંદુસ્તાનમાં કલાઈવે પછીના ગવર્નરેની બેદરકારીથી બંગાળાનું રાજ્યતંત્ર ઘણું બગડી ગયું હતું તેને સુધારવા માટે નૉર્થે રેગ્યુલેટિંગ ઍક્ટ નામને કાયદો કર્યો, ઇ. સ. ૧૭૭૩. અમેરિકા સામે લડાઈ ચાલતી હતી ત્યારે બર્ક ને રોકિંગહામ જેવા હિગ આગેવાનો પાર્લમેંટમાં હાજરી પણ આપતા નહિ, કારણકે તેમની દલીલ ઉપર પૂરતું લક્ષ આપવામાં આવતું નહિ.તેમના પક્ષમાં તડ પડી ગયું હતું. પરિણામે મંત્રિમંડળ ઉલટું વધારે વગવાળું થયું. વિગ્રહના વખતમાં આયર્લંડમાં તફાને થયાં, કારણકે તે દેશને વેપાર