________________
૨૭૪
કારભારને સૌથી નબળો કારભાર કહી ગયું છે. ગ્રેનવિલ ચુસ્ત બ્રિગ ધારાશાસ્ત્રી હતા. એમ કહેવાય છે કે જે તે અમેરિકાથી આવતા તુમારે વિગતવાર ન વાંચતે હેત તે ઈગ્લેંડ અમેરિકા કદી ખત નહિ. આ ઉખાણાને સ્પષ્ટ અર્થ એટલો જ છે કે ગ્રેનવિલમાં કલ્પના, દૂરદર્શિત્વ અને આવડત નહેતાં.
શૈકિંગહામનો પહેલો કારભાર, ઈ. સ. ૧૭૬૫-૬૬ આ કારભારી મંડળમાં દેશના જુદા જુદા વિહગ આગેવાનોને દાખલ કરવામાં આવ્યા હતા પણ તેઓ બધા આવડત વગરના હતા. વળી પિટ તેમની સામે હતે. મુખી માર્કિવસ રૉકિંગહામ પ્રમાણિક, ઉદાર દીલને, પણ બિનઅનુભવી અને આળસુ હતો. તેથી પહેલેથી જ મંત્રિમંડળ ઘણું નિબળું હતું. રાજાને તે પરાણે આ પરિસ્થિતિ સ્વીકારવી પડી હતી. તેથી તે અને તેના મિત્રો કારભારીઓ સામે હંમેશાં ખટપટ કરતા હતા. એડમન્ડ બર્ટ આ મંત્રિમંડળનો જાણીતે સભાસદ હતા તેથી રૉકિંગહામના કારભારને વગર લાયકાતે ખ્યાતિ મળી ગઈ છે. બકની સલાહ ઉપરથી મંત્રિમંડળે ગ્રેનવિલના સ્ટેમ્પ ઍકટને રદ કર્યો, પણ તે સાથે બ્રિટિશ પાર્લમેંટ અમેરિકા માટે ગમે તે કાયદે કરી શકે એવો સાર્વભૌમ સત્તા બાબતનો ઠરાવ પણ પસાર કર્યો, માર્ચ, ઇ. સ. ૧૭૬૬. આવી જાતના શકમંદ કૃત્યથી અમેરિકનને મુખ્ય અસંતોષ દૂર થશે નહિ. રૉકિંગહામે રશિઆ સાથે વેપારી કરાર કર્યો અને વિલ્કસના સંબંધની કેટલીએક ગેરકાયદેસર બાબતોને સંતોષકારક નિકાલ કર્યો. પણ હિગ આગેવાને અંદર અંદર લડતા હતા. વળી પિટ ને રાજાના “મિત્રો”–માણસો તેમની વિરુદ્ધ હતા; તેથી રાજાએ તેમને રજા આપી અને પિટ બીજી વાર મુખ્ય સત્તા ઉપર આવ્યો, જુલાઈ, ઈ. સ. ૧૭૬૬.
અમેરિકા ઉપર નવી જગાતો. ચૅધમ અથવા પિટને * બીજે કારભાર, ઇ. સ. ૧૭૬૬-૬૮–જ્યોર્જ પિટને દેશનું તંત્ર સોંપ્યું પણ તે જ વખતે તેને અર્લ ઑવ્ ચૂધમ (Chatham) બનાવી
#2l6723 R4131244122 isna A lute-string ministry, fit only for summer-wear sale.