________________
૨૭૫
હાઉસ ઑવુ લૉઝમાં ખેંચી લીધે, એટલે એક તે નવા મંત્રોનું માન ઘટયું અને બીજું, હાઉસ ઑવ્ કૉમન્સની આગેવાની લેવા બીજો તેના જે બાહોશ માણસ ન મળી શકવાથી કારભાર પણ ઢીલ રહ્યો. ચૅધમ હવે આગળને પિટ નહોતા. તે વૃદ્ધ અને સંધિવાથી ઘણે નબળા થઈ ગયા હતા અને તેનામાં ઘણું મિથ્યાભિમાન આવી ગયું હતું. નબળા શરીરને લઈને તે મંત્રિમંડળમાં ભાગ્યે જ હાજરી આપી શકતા. વળી જુદા જુદા પક્ષના માણસને પિતાના મંત્રિમંડળમાં રાખવાથી તેને કારભાર નિષ્ફળ નીવડે. ઈ. સ. ૧૭૬૮ના અકટોબરમાં તેણે રાજીનામું આપ્યું. ચૅધમે કાંસ, સ્પેઇન ને ઑસ્ટ્રિઆ સામે સ્વિડન, રશિઆ, પ્રશિઆ ને ઈગ્લડ વચ્ચે મૈત્રી કરવાનો પ્રયાસ કર્યો, પણ કેડરિકને અંગ્રેજોને જરા પણ ભરોસો નહોતો તેથી તે યોજના નિષ્ફળ નીવડી. વૈધમની ચાલુ ગેરહાજરી દરમ્યાન કારભારનું સુકાન ખજાનચી ટાઉનશેન્ડના હાથમાં હતું. દેશના દરિયાઈ તથા જમીન ઉપરનાં લશ્કરોને માટે ને અમેરિકાના બચાવ માટે પૈસાની જરૂર હતી. સ્ટેમ્પ ઍકટ તે રદ કરવામાં આવ્યો હતો, તેથી બીજા ઉપાયો લેવામાં આવ્યા. ટાઉનશે— અમેરિકાનાં સંસ્થાનો સામે વેપારના કાયદાનો કડક અમલ કરાવવા માં, અને ૪૦,૦૦૦ ડિ જેટલી આવક કરવા કાચ, કાગળ, રંગ, તથા ચા ઉપરની જગાત વધારી, જોકે તે સાથે ઈંગ્લેડથી જતાં ચા, કૉફી ને કોકે ઉપરની જગાત ઘટાડી નાખી, નવેંબર, ૧૭૬૭. અમેરિકને આ નવા કરો સામે થયા, અને બ્રિટિશ પાર્લમેંટને દૂરના સંસ્થાને ઉપર કોઈ જાતને કર નાખવાનો અધિકાર નથી એ દાવો રજુ કર્યો. તેઓએ કહ્યું કે તેમની પાસેથી નાણું કઢાવવાનો અધિકાર માત્ર તેમની પિતાની ધારાસભાઓને હેવો જોઈએ. આ વિરોધને પરિણામે અમેરિકામાં જુદે જુદે સ્થળે સુલેહને ભંગ થવા લાગ્યો, ને જ્યારે ઈંગ્લંડની સરકારે સુલેહ જાળવવા સખ્ત ઉપાયો લીધા ત્યારે સંસ્થાને અસંતોષ વધારે તીવ્ર થયો.
V મિડલસેકસની ચુંટણું ને વિકાસ, જીનિઅસ. ઍટનને કારભાર, ઇ. સ. ૧૭૬૮-૭૦---ઍધમે રાજીનામું નહતું આપ્યું, તે