________________
ર૭ર નામના પત્રના તંત્રી વિલ્કસ (Wilkes) ને, પેરિસના તહ ઉપર રાજાએ કરેલા ભાષણ ઉપર તેણે અસત્ય ટીકાઓ કરી તાજને અપમાન પહોંચાડયું છે તે આરોપ ઉપર, નનામાં વૉર કાઢીને પકડાવ્યો અને તેના ઉપર કામ ચલાવવામાં આવ્યું. વિકસ હાઉસ ઑવ્ કૉમન્સનો સભ્ય હતું તેથી અદાલતએ તે મુદ્દા ઉપર તેને છોડી મૂક્યો અને ઉપરાંત નનામાં વૉરંટને ગેરકાયદેસર ઠરાવ્યાં. પણ ગ્રેનવિલ ઢીલો હતો. હાઉસ ઑવુ લૉઝમાં વિકસના દુશ્મન એ, તેના અપ્રસિદ્ધ બે નિબંધોમાં કઈ સભ્યને અપમાન પહોંચાડવામાં આવ્યું છે એવા નમાલા આરોપ ઉપર, તેના ઉપર કામ ચલાવવાની સૂચના કરી. વિલ્ડસ ફાંસ નાસી ગયો. રાજાએ પહેલા કિસ્સા ઉપર તેને ક્યારને લશ્કરમાંથી તે કાઢી મૂક્યો હતો. પિટે વિલ્ડસને બચાવ કર્યો ને જાહેર કર્યું કે પાર્લમેંટના સભ્યને બદનક્ષીના ગુન્હા માટે પકડી શકાય નહિ. પાર્લમેંટ સામી પડી. વિસના પત્ર “નૉથે બ્રિટન”ને ૪૫મો અંક હવે બાળી મૂકવામાં આવ્યો. આરોપી ફ્રાંસ નાસી ગયો. પાર્લમેટે તેને તિરસ્કારના ગુન્હા માટે સભ્યના હકોથી બાતલ , ઈ. સ. ૧૭૬૪, જાન્યુઆરિ, અને પછી તેને દેશપાર કર્યો. લોકો હવે તેના નામ પાછળ ગાંડા થઈ ગયા. તેઓ બ્યુટને ઑગસ્ટનાં પૂતળાં બનાવી વિલ્ડસ ને સ્વતંત્રતા (Liberty) ના જ્યઘોષ કરતા કરતા તેમને બાળી નાખવા મંડ્યા.
સ્ટેમ્પ ઍકટ. અમેરિકન સંસ્થાનને ગભરાટ, ઈ.સ.૧૭૬પગયા વિગ્રહના ખર્ચથી બહુ વધી પડેલા રાષ્ટ્રીય દેવાને ઓછું કરવા ગ્રેનવિલે રાજ્યખર્ચમાં કાપકૂપ કરી. અમેરિકાનાં સંસ્થાના કેટલાક અંગ્રેજો જગાત આપ્યા વગર છાને વેપાર કરતા હતા તેની અટકાયત કરવાને મંત્રિમંડળે પ્રયાસ કર્યો. અમેરિકાના દેશી-ઇન્ડિઅને સામે બચાવ કરવા ત્યાં કાયમ લશ્કરની જરૂર હતી, પણ તેનું ખર્ચ સંસ્થાન ભોગવે એવો નિર્ણય ગ્રેનવિલે કર્યો; ને તે માટે દારૂ ઉપરની જગાત વધારી ને ખાસ કરીને દસ્તાવેજો ઉપર સ્ટેમ્પ એડવાનું ફરજ્યાત કર્યું તે કાયદો સ્ટેમ્પ એકટ કહેવાય છે, માર્ચ, ઇ. સ. ૧૭૬૫. પાર્લમેટમાં તેને લગતા મુત્સદા વિષે કોઈ જાતનું ખાસ લક્ષ અપાયું નહિ, પણ અમેરિકામાં આ કાયદા સામે સખ્ત પિકાર શરૂ થયો. સંસ્થાનિકે એમ કહેવા લાગ્યા કે ઇંગ્લંડને વેપાર માટે જગાત