________________
૨૭૧
માનીતા, રસિક, સુંદર દેખાવના, બિનઅનુભવી ને મિથ્યાભિમાની સ્કૉટ અર્લ ઑવ્ મ્યુટને મંત્રિમંડળમાં જગ્યા આપી. પાર્લમેંટનું બધું કામકાજ ન્યુકેસલ પાસેથી છીનવી લેવામાં આવ્યું. ફ્રાંસ, વગેરે સાથે ફ્રેડરિકથી ને પિટથી ખાનગી મસલતો શરૂ કરવામાં આવી. નવી પાર્લમેંટની ચુંટણી વખતે પણ રાજા ને તેને “મિત્ર” દરમ્યાન થયા અને તેમાં પણ પિતાના માણસોની ચુંટણી કરાવી. પિટને પેઈન સામે લડાઈ જાહેર કરવી હતી; રાજા તે બાબતમાં ના પાડતો હતો. તેથી પિટે ઇ. સ. ૧૭૬૧ ના અકબરમાં રાજીનામું આપ્યું, જો કે તેના ગયા પછી તુરત જ પેનિ સામે ઈગ્લડ લડાઈમાં ઉતર્યું. રાજાએ પિટને ૩૦૦ પિંડનું વર્ષાસન બાંધી આપ્યું ને તેની સ્ત્રીને બૅનેસ કરી ચુકેંસલ પણ કંટાળીને હવે મંત્રિમંડળમાંથી ખસી ગયે, મે, ઈ. સ. ૧૭૬૨. બ્યુટ હવે મુખ્ય પ્રધાન બન્યું. તેણે હાઉસ ઑવ્ કૉમન્સના સભાસદોને લાંચ આપી બહુમતિ મેળવી, ને પેરિસનો કરાર કરી લડાઈને અંત આણે. હિગ લોકોને સમસ્ત કારભારમાંથી" બાતલ કરવામાં આવ્યા. આ વાતની ખબર પડતાં રાજાની મા ઑગસ્ટા બોલી ઉઠી; (Now my son is King of England ) સુલેહ અંગ્રેજોને ગમી નહિ. બ્યુટ અળખામણ થઈ પડ્યો. પિતાનું ધારેલું કામ હિગ કારભારને નાશ અને સુલેહ-તે પાર પડ્યાં હતાં, તેથી ઇ. સ. ૧૭૬૩ના એપ્રિલમાં તેણે પિતાનું રાજીનામું આપ્યું. પણ રાજાના ખાનગી સલાહકાર તરીકે તે તે હજુ ટકી રહ્યો.
ગ્રેનવિલને બેડર્ડને કારભાર, ઇ. સ. ૧૯૬૩૬૫. વિલ્કસને મુકદમો, ઈ. સ. ૧૭૬૩-૬૪–જ્યૉર્જ બ્યુટની સલાહથી હવે ગ્રેનવિલ (Grenville) નામના વ્હિગ અમીરને કારભાર સોંપ્યું. તેણે બ્યુટને પિટની ને ન્યુકેસલની સત્તાને તેડવામાં મદદ કરી હતી. તે ઘણો ખંતીલે, ઉધમી, પાર્લમેટના કામકાજથી પૂરેપુરે વાકેફગાર, એકદમ પ્રમાણિક, અને માટે ધારાશાસ્ત્રી હત; પણ તેનામાં ઝાઝી આવડત નહોતી. રાજાને તે દરરોજ ભાષણરૂપે શિક્ષા આપતો. બેડફર્ડ નામને બીજે હિગ તેને મદદમાં હતે. વળી તે કડક હતે. કેઈ સામું થાય તે તેને ગમતું નહિ. ગ્રેનવિલે કારભાર ઉપર આવ્યા પછી નૉથે બ્રિટન (North Briton)