________________
૨૬૯
હેનેવર વંશના રાજાની ભક્તિ કરવા લાગ્યા. બૉલિંગ કે પિતાના The Idea of a Patriot King 11441 424541 241 4211207 orez કર્યો. એ વિચારની આગેવાની હવે નવા રાજાએ લીધી.
ત્રીજા જ્યોર્જનું નવું રાજ્યતંત્ર, રાજાના માણસો (The King's friends). ટેરિ પક્ષને નવો અવતાર–બૉલિંગોને જાહેર કર્યું હતું કે હિગ કુટુંબેએ ઇંગ્લંડના રાજાઓને ગુલામ બનાવી દીધા છે તેને હવે અંત આવો જોઈએ. તેણે હિગ અમીરાતના પચાસ વર્ષના અમલની ભ્રષ્ટતા બતાવી આપી અને ટેરિએને રાજાઓની વહારે ચડવાને ઉપદેશ આપ્યો. હેનેવર વંશના પહેલા બે રાજાઓના પાટવી કુમારો પોતાના બાપ અને તેને વિહગ કારભારીઓ વિરુદ્ધ રહેતા, તેને લાભ લઈ આ નવા અને પ્રતિભાશાળી લેખકે ટેરિઓને તેમની આસપાસ ગોઠવ્યા અને એવી રીતે પિતાના પક્ષને ડિસેંટરેને માનીત, નવા વંશની પ્રીતિનું પાત્ર, ને ઇ. સ. ૧૯૮૮ની રાજ્યક્રાંતિનો પક્ષપાતી બનાવ્યું. રાજાએ બધી પક્ષાપક્ષી બંધ કરી દેશનું ખરું હિત જ લક્ષમાં લેવું, કારભારમાંથી ભ્રષ્ટતા ને પક્ષપાત દૂર કરવાં, ને બાહોશ મુત્સદ્દીઓને જ પ્રધાનગીરી આપવી, તેઓ રાજાને જ જવાબદાર રહે, પાર્લમેંટને નહિ, એ પ્રકારે પ્રજાને એક જ વર્ગના સંકુચિત અમલથી છૂટી કરવી, રાજાએ ગાદી સંભાળવી એટલું જ નહિ પણ રાજ્ય ને અમલ બંને કરવાં. (To reign and to govern) એવો બધ તેણે પિતાના પુસ્તકમાં આપ્યો. ઑસ્ટિન નામના એક વિદ્વાન ધારાશાસ્ત્રીએ પણ આ મતને પુષ્ટિ આપી. મધ્યમ વર્ગના માણસ,
ઍગ્લિકને ને ઘણું જમીનદારો આ મતમાં ભળ્યા. પિટ ને ન્યુકેસલના વિધી કેટલાક હિગ અમીરો પણ આ નવા પક્ષમાં ભળ્યા. ઇંગ્લંડના રાજાઓ પાસે અખૂટ સત્તા હતી. અત્યાર સુધી આ સત્તાના ભંડારની ચાવી હિગ પ્રધાનના પોતાના હાથમાં રાખી હતી. તે ચાવી હવે ટેરિ આગેવાનોના હાથમાં સોંપવામાં આવી. રાજા દરેક બાબત ઝીણવટથી જાતે તપાસવા લાગ્યો. પરદેશ ખાતું, લશ્કર, નૌકાસૈન્ય, રાજાને મળતી હાથ ખરચી, ઑલંડ ને આયર્લડનું તમામ રાજ્યતંત્ર, હાઉસ વુ લૉઝ, જુદાં જુદાં ખાતાંઓ, એ બધી સંસ્થાઓ હવે રાજાએ પિતાના કબજામાં