________________
૨૬૭
જાતને કે કારભારને પ્રત્યક્ષ અનુભવ થયે નહે. રાણી ઑગસ્ટર સંકુચિત મનવાળી, સ્વછંદી, આપખુદ, અને ખટપટી હતી. આવી કેળવણીની છાપ નવા રાજાના ઉપર પડી. રાજા ઘણો હઠીલો નીવડશે. બીજાના વિચાર વિષે તેને જરા પણ સન્માન રહ્યું નહિ. તે પિતાના જ પ્રધાને સામે ખટપટ કરતે. જે કોઈ તેને અસંતોષ આપતું તેની સામે તે ઘણો ખાર રાખતાં શીખે. જ્યૉર્જ ઘણે લોભી ને કૃપણ નીવડે. તેને તાજની સત્તાનો ઊંચો ખ્યાલ આપવામાં આવ્યા હતા. રાજાની મા બાળરાજાને રોજ કહેતી કે-“જ્યૉર્જ, જેજે; ખરે રાજા થજે.” તેના નાનપણના શિક્ષક અને ઑગસ્ટના ખાસ માનીતા અર્લ ઓત્ મ્યુટે આ વિચારને પુષ્ટિ આપી હતી. રાજા ગાદીએ આવ્યું ત્યારે ચોતરફ ફતેહ ઉપર ફતેહના સમાચાર આવ્યા કરતા, તેથી લેકોએ તેના અભિષેકને હર્ષભેર વધાવી લીધે. તે પોતાને સાચે અંગ્રેજ માનતે. તેણે કહ્યું કે I glory in the name of Britain. ઠેઠ સુધી તે પ્રજાપ્રિય રહી શ. છતાં તેને મહાન સિદ્ધાંત, મહાન પુરુષ, મહાન સંગે, ને જે મોટા યુગપરિવર્તનને અનુભવ દેશ લેતે હતું તેને જરા પણ ખ્યાલ નહોતા; તેની તેના બિનઅનુભવી ને નિરુત્તર મગજને લેશ માત્ર સમજ પડતી નહિ. આ કારણથી રાજાએ શરૂઆતમાં નાના માણસોને પોતાના વિશ્વાસમાં લીધા. જ્યૉર્જ જબરદસ્ત હિકમત ને કુનેહવાળા હતા. ભલા ભલા લોકપ્રિય પ્રધાનને પણ તેણે થકવી દીધા. તેની હઠીલાઈથી ઈંગ્લડે અમેરિકા ખાયું; પણ એ જ હઠીલાઈથી ટારિ પક્ષને “નવો અવતાર આવ્યું અને હિગ કુટુંબની સત્તાને વિનાશ થયો. જ્યૉર્જ પ્રધાને ઉપર, પ્રજા ઉપર, ને સંતાન ઉપર આપખુદ સત્તા ભોગવવાની ઈચ્છા કરતો હતો; ને એ બધાં પિતાની ખાનગી મિલક્ત હોય એમ તે તેમની બધાંની સાથે વર્તતા.
વિહગ કુટુંબોની એકહથ્થુ રાજ્યસત્તા–જ્યારે એના મરણ પથારી ઉપર હતી ત્યારે બૉલિંગ કે પ્રિટેન્ડરને ઈગ્લેંડની ગાદી આપવાની તૈયારી કરી હતી, પણ તે તૈયારીઓ હિગ આગેવાનોની ચાલાકીભરી કુનેહથી એકદમ નિષ્ફળ ગઈ હતી. આ બધું આપણે ઉપર જોઈ ગયા છીએ. પહેલા જ્યૉર્જ અને બીજા જ્યોર્જ પિતાના અમલી