________________
૨૬૬
બચાવી લીધા. ક્રાઈસ્ટના ધર્મના ખરા મેધ થવાથી ધણા દુરાગ્રહી અને અસતેષી લેાકેા સન્માર્ગે વળ્યા અને પ્રજામાં મોટા પાયા ઉપર રાજકીય ઉત્પાત થયે નહિ. શરૂઆતમાં વેક્લીને વ્હાઈટેકીલ્ડ નામનેા માણસ ઉપયોગી થયા હતા; પણ પાછળથી મતભેદ થતાં બંને છૂટા પડી ગયા. અત્યારે ઈંગ્લંડ, સ્કૉગ્લંડ અને અમેરિકાના મેથડિસ્ટા લાખા રૂપીઆ ખરચી એશિઆ વગેરે ખંડામાં અનેક કેળવણીની અને આરેાગ્યની સંસ્થાએ નીભાવે છે.
પ્રકરણ ૨૦મું
હિંગ અમીરાત ને રાજા ત્રીજો જ્યૉર્જ, ઇ. સ. ૧૭૬૦–૧૮૨૦,
મહુમ રાજા બીજા જ્યૉર્જતા પૌત્ર-ત્રીજો જ્યૉર્જ રાજા.રાજા ત્રીજો જ્યૉર્જ જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેત્રીસ વર્ષના હતા. નવા રાજા સહૃદય, કર્તવ્યનિષ્ઠ, ઘણા નિયમિત, ચારિત્ર્યમાં એકદમ સારે, ઘેાડાઓ, ડુક્કરા, ખેતી વગેરેને શોખીન, ઘણા સાદા, લેાકેાને ખુશ રાખી શકે તેવા, ગરી પ્રત્યે દયાળુ, મીલનસાર, સભ્યતાથી ભરેલા,ધર્મિક, પવિત્ર અંત:કરણવાળા, મનસ્વી, હિંમતબાજ, સમજી, અને એક મધ્યમ વર્ગના અંગ્રેજ જેવા હતા. જ્યૉર્જ ૩જો આપ તેને બાર વર્ષને મૂ કીને મરી ગયા હતા, તેથી તેને તેની મા પ્રિન્સેસ ઑગસ્ટાની સંભાળ નીચે રાખવામાં આવ્યા હતા. સ્રોજનની સાથે ઘણા વખત રહેવાથી નવા રાજાને માણસ
*એટલે સુધી કે કાગળા લખતી વેળા તે તારીખ, વાર, કલાક ને મિનિટ પણ મથાળે નાંધતા.