________________
. ૨૫૬ ખાસ ધ્યાન ખેંચે છે. તે અંગ્રેજોના ઊંડામાં ઊંડા વિચારો ને તેમની ભાવનાઓને સમજી શકતો; પણ તેમની ખોટી ને હલકી ભાવનાઓની સામે થવાની પણ તે હિંમત કરતો. તેને પોતાની શક્તિઓને અજબ ભરેસે હતો. યુક ઑવ્ ડેવનશાયરને તેણે એક વાર કહેલું કે-I am sure that I can save this country, and that nobody else can. પણ તે એક નટ જેવો હતો. પોતાના માનમરતબા વિષે તે ઘણી ચોકસાઈ રાખતો. તેની રહેણીકરણી કૃત્રિમ અને દંભી લાગતી. રાજા તરફ તે કેટલીક વાર હલકાઈ બતાવી દેતો, તે તાબેદાર માણસો ઉપર તે ઘણી વાર ખોટે રોફ મારત. આવી વિસંવાદિતાનું કારણ એ હતું કે તેણે લુટાર્કનાં જીવનચરિતને સારો અભ્યાસ કર્યો હતો. કે હંમેશાં ખરું વલણ લેત નહિ; અંગત દુશ્મનાવટથી તે કુમાર્ગે ચડી જતે; તેણે વૅલ્પલની પેઈન વિષેની, કાર્ટરેટની તથા ન્યુકૅસલની જર્મનિનાં રજવાડાંઓને પૈસા આપી હૈનવરને બચાવવાની, અને હિંગ અમીરની પિતાની વગથી પાર્લમેંટને કબજે રાખવાની જે રાજ્યનીતિઓને સખ્ત વડી કાઢી હતી. તેમનો જ પોતે જ્યારે સત્તા ઉપર આવ્યો ત્યારે તે પોષક બન્યો. ન્યુકૅસલ તરફ તો તે નગુણ થયો, એમ પણ કહી શકાય, કારણકે પિટની બધી ઇજ્જત તેને લઈને હતી. તે બહુ માની અને ચીડાયો હતો એટલે બીજાઓ તેની સાથે રહી કામકાજ કરી શક્તા નહિ. એ કારણથી ભવિષ્યમાં તેને પક્ષ ઘણો નબળો થઈ ગ. મોટી ઉંમરે તેણે રાજા પાસેથી અમીરાત, વર્ષાસન, વગેરે સ્વીકાર્યા તેથી તેની લોકપ્રિયતા ઘટી ગઈ અને લેકષ્ટિએ તે એટલો નિઃસ્વાર્થી જણાયો નહિ. ત્રીજા જ્યૉર્જના વખતમાં તેણે ગંભીર ભૂલો કરી, છતાં એકંદર તે ઈગ્લેંડના મહા રાષ્ટ્રના મોટા ઉત્પાદક તરીકે લેખાશે.
* The cultured magnificence of stately lives-Disraeli.
You could see his hook-nose between his legs.
His personality was not distinctively of his time or country, and it has often been remarked that in force, will and ambition, he belonged rather to the Rome of Brutus than to the England of Walpole or North.
Pitt by Green, P. 370.