________________
પ્રધાનને, પાર્લમેંટને, રાજાને, ને પ્રજાને આગ્રહ કરવા લાગ્યો. ત્યાર પછી તો માઈનૉર્ક હાથથી ગયું અમેરિકામાં બ્રેડોક માર્યો ગયે; એટલે પ્રજા ઉશ્કેરાઈ ગઈ. રાજા પણ ગભરાયો. ન્યુકૅસલ ખસી ગયો. પિટને હાઉસ
ત્ કૉમન્સની આગેવાની મળી. ડેવનશાયર (ડયુક વ) મુખ્ય મંત્રી બન્યો. બિંગ (Byng)ને દેહાંતદંડ થયો ત્યારે નવો મંત્રી તેને માફી આપવા રાજા પાસે વિનંતિ લઈ ગયો. રાજા બે –You have taught me, sir, to look for the sense of my subjects in another place than in the House of Commons. ત્યાર પછીની હકીકત ઉપર જણાવવામાં આવી છે.
Vપિટના ગુણદોષ.–પિટ પાતળા, ઊંચે, રૂપાળ, ને રૂઆબદાર હતા. નાનું ભાથું, પાતળું મોટું, લાંબું ને નમણું નાક, તીણી, ઊંડી, અને વીજળીના જેવી તીખી તેજીલી આંખો, સ્પષ્ટ, બુલંદ અને પહાડી કંઠ, એવું વર્ણન એ વખતના લેખકો પિટ સંબંધી આપતા ગયા છે. વક્તા તરીકે તેની શક્તિ ઘણી અજબ હતી. જેના ઉપર તેનું વકતૃત્વ પડતું તે માણસ ડેગાર થઈ જતો. તે શ્રોતાઓને ઘડીવાર હસાવતા, ઘડીવાર રાવરાવત, તે ઘડીવાર ઉશ્કેરતે. તેનાં ભાષણોમાં દલીલો કે ડહાપણ કે વસ્તુસ્થિતિનું વિગતવાર સ્પષ્ટીકરણ આપણને મળી શકશે નહિ. પણ જેસ, નિંદા, તીખાશ, કડવાશ, સચોટપણું, ને સ્વાભાવિકતા તેમાં આપણને સારી પેઠે મળી આવે છે. ભાષણો કરવાની તેની પદ્ધતિ એક ઉસ્તાદ નટના જેવી હતી. તેની અસર વીજળીના જેવી તાત્કાલિક થતી. ફેડરિકે કહ્યું તેમEngland has long been in labour and has suffered much to produce Mr. Pitt, but at last she lias produced a man, પિટની પ્રમાણિકતા આપણે ઉપર જોઈ ગયા છીએ. તેની આસપાસ લાંચરૂશવત, વગવસીલો, ને ચિઠ્ઠીચપાટી બધે ઊંડા મૂળ ઘાલી રહ્યાં હતાં, ત્યારે પિટ એકદમ પ્રમાણિક રહી શક્યો હતો. તેણે દેશના કારભારને નિઃસ્વાર્થી બનાવ્યું. એની અસર આગળ ઉપર ઘણું થઈ તેને સ્વતંત્રતા ઘણું જ પ્રિય હતી. બિગ વિલ્કસ, અમેરિકાને પ્રશ્ન, વગેરે કિસ્સાઓમાં દરેક વાર તેને આ ગુણ