________________
૨પર
.
કર્યા હતા ને અંગ્રેજ સંસ્થાનિક વૉશિંગ્ટનને એકવાર હરાવી કાઢી મૂ યે હતે પણ ખરો. ટારિઓના સરવર ઉપર ફેંચે એ નિઆ ગારાને, તે ચંપલેઈનના સરવર ઉપર એક એમ બે કિલ્લાઓ ઉભા કર્યા હતા. તે પ્રમાણે નોવાસ્કેશિઆની પેલી બાજુ પણ એવો કોટ તેમણે બાંધ્યો હતો. વૉશિંગ્ટનની હાર થતાં ઈંગ્લંડની સરકારે બ્રેડેકને દુકવેસ્નેને કોટ સર કરવા મોકલ્યો પણ તે લડતાં માર્યો ગયો, જુલાઈ ઈ. સ. ૧૭૫૫. શિલ (Shirley) નામનો બીજો અંગ્રેજ સરદાર પણ નિઆ ગારાને કોટ કબજે કરી શકે નહિ. બીજા કિલ્લાઓ અંગ્રેજોને શરણ થયા. પણ ફે રેડ ઈન્ડિઅનેને ઉશ્કેરી અંગ્રેજો સામે થવા ને બની શકે તે તેમને કાઢી મૂકવા પ્રયાસ કરતા હતા. ઇંગ્લંડની સરકારે દરિયા ઉપર ફેંચ વેપારને કનડગત કરવા માંડી. ફાંકલિન, વૉશિંગ્ટન, શિર્લી, વગેરે અંગ્રેજ સંસ્થાનિકોને હવે એમ ખાત્રી થઈ ગઈ કે ઈંગ્લંડ ફાંસ સામે લડાઈ જાહેર કરે જ તેનું દરિયાઈ સામ્રાજ્ય ટકી શકે. યુરોપમાં બંને દેશો વચ્ચે હજુ સુલેહ હતી. છે. હિંદુસ્તાન –હિંદુસ્તાનમાં ફેચ અને અંગ્રેજો કર્ણાટકની નવાબીની ખાતર અને હૈદરાબાદની સુબેદારીની ખાતર લડ્યા હતા, ઈ. સ. ૧૭૪૬-૪૮ અને ઈ. સ. ૧૭૫૧-૫૫. પણ કલાઈવની લશ્કરી કુનેહથી ફેને પરાજય થયો હતો અને યુપ્લેને સ્વદેશ બેલાવી લેવામાં આવ્યો હતો. કર્ણાટકને અંગ્રેજી નવાબ મહમદઅલી એ પણ માન્ય કર્યો હતો. પણ હૈદરાબાદ મુકામે ફેંચ સરદાર જનરલ બુસિએ સુબેદાર ઉપર માટી વગ જમાવી હતી ને ઉત્તર સરકારના આખા પ્રાંતનું ઉત્પન્ન તેના લશ્કરના નિભાવ માટે નિઝામે ફ્રેને માંડી આપ્યું હતું. બંગાળાનો નવાબ અલીવર્દીખાન ઇ. સ. ૧૭૫૬ના એપ્રિલમાં ગુજરી જતાં તેને ભાણેજ સિરાજ-ઉદ્-દૌલા મનસબ ઉપર આવ્યા હતા. તેને પણ કૅની મદદ હતી. ચંદ્રનગર મુકામે ફ્રેએ થાણું નાખી પડ્યા હતા. આવી રીતે હિંદુસ્તાનમાં પણ બંને પ્રજા વચ્ચે લડાઈ જાગવા માટે માત્ર યુરેપમાં લડાઈ જાહેર થાય એટલી જ વાર હતી.