________________
૨૫૧.
હનાં પગરણ, ઇ. સ. ૧૭૪૮–૧૬–આ આઠ વર્ષ દરમ્યાન યુરોપમાં, અમેરિકામાં ને હિંદુસ્તાનમાં અવનવા ફેરફારો થયા, અને તેમાં ઇંગ્લંડ ને ફાંસ એવાં તે સંડેવાયાં કે છેવટે તેમને લડાઈમાં ઉતરીને પરસ્પરની તકરાર નિકાલ કરવો પડે.
અમેરિકામાં અમેરિકામાં અંગ્રેજો ને ફેંચે વચ્ચે સખ્ત હરીફાઈ , ચાલતી હતી. ત્યાં અત્યારનાં સંયુક્ત સંસ્થાને (United States of America)ના પૂર્વ ભાગમાં કિનારા ઉપર મૅસેપ્યુસેટ્સ, હેડ ટાપુ, ન્યુ હૈમ્પશાયર, કનેકિટકટ, ન્યુ જર્સ, ડિલવેર, મેરિલેંડ, વર્જિનિઆ, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, ને જ્યૉજિઆ, એમ કુલ અગિયાર અને તેમની પાસે પશ્ચિમે ન્યુ યૉર્ક અને પેનસિલ્વેનિઆ, એમ કુલ તેર સંસ્થાને હતાં. એજ કિનારા ઉપર નોવાસ્કેશિઆ ને તેની પાસે એકેડિઆ પણ અંગ્રેજોનાં હતાં. સહેજ ઉત્તરમાં ન્યુફાઉંડલેંડ અંગ્રેજોના કબજામાં હતું પણ તેના કિનારા ઉપર ફેંચની સત્તા હતી. છેક ઉત્તરમાં પણ હડસન બે સંસ્થાન અંગ્રેજોનું હતું. તેની દક્ષિણે, પૂર્વે, ને પશ્ચિમે ઠેઠ દરિયા સુધી, ફેંચે હતા. તેર સંસ્થાનોની પશ્ચિમે અલિવાની પર્વતની હાર, ઓહિઓ ને મિસિસિપિ નદી અને ફ્રેંચ સંસ્થાન લઈ સિઆના, ને દક્ષિણે પેઈનનું ફલોરિડા આવેલાં હતાં. એકેડિઆની ને ફ્રેંચ સંસ્થાન ન્યુ કાંસ અથવા કેનેડાની વચ્ચેની સરહદ નકકી થઈ નહોતી.
ચાનો વિચાર એવો હતો કે એકેડિઆની પશ્ચિમમાં સેન્ટ લૅરેસની નદીના મુખથી માંડીને આંટારિઓના સરોવર ઉપર ને પછી ઓહિઓ નદી ઉપર કોટકામ કરી તેર અંગ્રેજ સંસ્થાનને ઘેરી લેવાં, તેમને પશ્ચિમે આગળ વધતાં અટકાવવા, લડાઈને વખતે બને તે તેમને ગળી જવાં, અને નહિતર, ઉત્તર, દક્ષિણ, ને પૂર્વે અલિઘાનીની પર્વતમાળાથી તે ઠેઠ પશ્ચિમના કિનારા સુધી એક મોટું સામ્રાજ્ય તૈયાર કરવું. જે દરિયાઈ બળમાં ઈગ્લેંડ કાંસથી વધે તે આ બધી અણખેડી ભૂમિ અંગ્રેજોની થાય તેમ હતું. પણ અંગ્રેજ સરકારે આ હકીકતોને હજુ સુધી પૂરા લક્ષમાં લીધી નહોતી. એરિ સરવર ઉપર ફેંચોએ ફોર્ટ દુકને (Fort Duquesne)ને Fort Leboef ફૉટે લેબુફ-ઉભા