________________
૨૫૦
ખર્ચમાં કાપકૂપ કરી. દેશના કરજમાં ઘટાડો કરવામાં આવ્યો. ઇ. સ. ૧૭૫૧માં તેમણે વર્ષની તારીખોમાં સુધારો કર્યો, પણ એકંદરે, તેમના કારભારમાં ખાસ અગત્યના આંતર સુધારાઓ થયા નથી. ન્યુકેસલ. પરદેશ ખાતું જતે; પેહામ સ્વદેશ ઉપર નજર રાખતો. બંને સગા ભાઈઓ હતા, છતાં રાજ્યસત્તાની ઈર્ષ્યાને લીધે તેમની વચ્ચે અણબનાવ થયો. ઇ. સ. ૧૭૫૪ના માર્ચમાં હેનરિ પહામ મરી ગયો. તે મરતાં સુધી જુદા જુદા મતના માણસોને પિતાના પક્ષમાં રાખી શક્યો હતો. ન્યુકૅસલ મુખ્ય પુરુષ થયો. તેણે મતદારમંડળને પાણીની માફક પૈસો ખરચી સાધ્યાં હતાં, તેથી કોઈ તેની સામે થઈ શક્યું નહિ. આ સત્તામાં અત્યાર સુધી પિટને ભાગ નહોતે તેથી તે હંમેશાં ન્યુકેસલ સામે પાર્લમેંટમાં અસહ્ય કટાક્ષો ફેંકતે. ઈસ. ૧૭૫૬માં સાત વર્ષને વિગ્રહ શરૂ થયો. હિંદુસ્તાનમાં, અમેરિકામાં અને યુરોપમાં ન્યુકેસલની રાજ્યનીતિને અમલ ઘણે નબળો હતો અને ઈગ્લેંડને નુકસાની ઉપર નુકસાની આવતી હતી. પરિણામે રાજા પ્રજાને ન્યુકેસલનો ભરોસો રહ્યો નહિ. ઇ. સ. ૧૭૫૬ના નવેંબરમાં તેણે રાજીનામું આપ્યું. પિટ હવે સત્તા ઉપર આવ્યું. પણ રાજા ને તેનો પુત્ર કેબલંડ તેની વિરુદ્ધ હતા તેથી છ માસમાં તે તેને રાજીનામું આપવું પડયું. અઢી માસ સુધી મંત્રિમંડળ કેવું થશે તે નક્કી થઈ શક્યું નહિ. લોકો તો પિટના નામથી ઘેલા થઈ ગયા હતા ને તેના ઉપર આ મુદતમાં માનપત્રનો વરસાદ વરસતે હતે. તેના વગર રાજા મંત્રિમંડળ ઉભું કરી શકે એમ નહોતું. પિટ વગર કાંસ સામેના વિગ્રહમાં વિજય મળે એમ નહોતું. તેથી ઘણી ખટપટો પછી જુદા જુદા આગેવાનોનું એકત્ર મંત્રિમંડળ ઉભું કરવામાં આવ્યું. ન્યુકેસલ તેમાં હતો જ; પણ પિટ એ કારભારમાં મુખ્ય મુસદી કહી શકાય. * પેહામના વખતમાં ઇંગ્લેંડ અને યુરોપ, હિંદમાં ને અમેરિકામાં ઇંગ્લંડની ફાંસ સાથે હરીફાઈ. લડાઈનાં સાત વર્ષના વિઝ
† His system made the house an assembly of atoms, Leadership was a synonym for party managemet and cabinet-reconstruction.