________________
૨૪૯
એલાશાપેલના તહમાં ઇંગ્લેંડના મંત્રિમંડળની દીર્ધ દૃષ્ટિની ખામી સ્પષ્ટ તરી આવે છે. ઈંગ્લંડને યુરોપમાં ખાસ વિશેષ લાભા મેળવવા નહેાતા; તેનું ખરૂં હિત અમેરિકા, આફ્રિકા, અને હિંદુસ્તાનમાં રહેલું હતું. મંત્રિમંડળ આહિત સ્પષ્ટતાથી જોઈ શક્યું નહિ. પિટ જેવા મુત્સદ્દી હજુ પ્રકાશમાં આવ્યા નહાતા. ૠિગ પક્ષનું ધારણ હવે જરીપુરાણું થઈ ગયું હતું તે નવા ધારણા અંગીકાર કરવાની જરૂર હતી. ઈંગ્લંડ, ક્રાંસ ને સ્પેઈનના પરસ્પર વેપારી તે સંસ્થાનિક લાભા નક્કી થઇ શકયા નહિ. ઇંગ્લંડે લડાઈમાં ધણી નબળાઇ બતાવી. પેાતાનાં સાધતા વધારે સારાં બનાવવાં, ને લડાઈનું પ્રયોજન સ્પષ્ટ કરવું, એ બાબતેની હવે ખાસ જરૂર હતી. તે એ સવાલા હવે પછીનાં આ વર્ષમાં નિકાલ ઉપર
આવતા ગયા.
પેલ્હામાના આંતર કારભાર, ઇ.સ. ૧૭૪૪-૫૬ —આ વખતે અંગ્રેજોનાં લશ્કરીમાં નબળાઇ આવી ગઇ હતી તેથી વિગ્રહમાં તેઓ ફાવ્યા નહિ. આંતરકારભાર પણ ઘણા નબળા હતા. પૈસેટકે તે આબરૂએ પેલ્હામા પ્રથમ પંકિતના જિંગા હતા. તે સાધનેાથી તેમણે પાર્લમેંટમાં પેાતાની સત્તા બાર વર્ષ સુધી ટકાવી રાખી; પણ ઇ. સ. ૧૭૪૬ની શરૂઆતમાં ન્યુફૅસલ રાજાના અળખામણા થઈ ગયા. તેથી જ્યૉર્જે પુનિને ને કાર્ટરેટ (Lord Bath and Lord Granville) ને નવું મંત્રિમંડળ ઉભું કરવાનું કહ્યું, પણ પાર્લમેંટમાં તેમની બહુમતિ ન હોવાથી તેઓ ફાવ્યા નહિ; એ કારણથી પેલ્હામ ભાઈ એ ફરી સત્તા ઉપર આવ્યા. હવે તેમણે રાજા પાસેથી એવા કાલ લીધે, કે ભવિષ્યમાં તેમની મસ્જીના કોઈ પણ માણસને તે મંત્રિમંડળમાં લઈ શકે અને જ્યાંસુધી તેમની પાસે કુલ સત્તા હોય ત્યાંસુધી રાજાએ બીજા લોકોની સલાહ પૂછવી નહિ. પરિણામે, પિટ જેવા રાજાના અણુમાનીતા, પણ ખાહેાશ, નવજુવાને મંત્રિમંડળમાં દાખલ થયા. પેલ્હામાએ લડાઈ ખલાસ થયા પછી નાણું બચાવવા લશ્કરને ઘટાડી નાખ્યું, કેટલાક તેાકરેને રજા આપી, તે વહીવટી
*પિટનું વર્ણન:—I saw that Ministry; in the morning, it flourished; it was green at noon; at night, it was cut down and forgotten.