________________
ર૪૭
ટુઅર્ટ વંશના પક્ષપાતીઓ બળવો કરશે ને તેમને દેશાવરથી મદદ મળશે. ઇ. સ. ૧૭૪૫માં એમ જ બન્યું. નાના પ્રિટેન્ડર ચાર્લ્સને જન્મ ઈ. સ. ૧૭૨ માં રોમમાં થયો હતો. તે સામાનું હૃદય જીતી લે એ હતા. ઇ. સ. ૧૭૪૪માં તે રોમથી પૅરિસ આવ્યો ને કાંસની મદદ લઈ ઇંગ્લડ ઉપર સવારી કરવા વ્યર્થ તૈયારી તેણે કરી. બીજે વર્ષે ઑગસ્ટમાં તે પશ્ચિમ લંડમાં ઉતર્યો. મૅકડોનલ્ડ, ટુઅર્ટો, વગેરે તેના પક્ષકારોએ તેને મદદ આપી. પર્થ મુકામે તેને લંડ જ્યૉર્જ મરેની મદદ મળી. સપ્ટેમ્બરમાં એડિનબરો પડયું. ચાર્લ્સ આઠમા જેઈમ્સ તરીકે ઑલંડનો રાજા જાહેર થયો. પ્રેસ્ટનપેન્સ (Prestonpans) પાસે બ્રિટિશ સરદાર સખ્ત હાર ખાઈ બેઠે. તેનાં માણસે જેમ સસલાં નાસી જાય તેમ નાસી ગયા. નબરમાં માન્ચેસ્ટર કબજે કરી ચાર્લ્સ ઇંગ્લડ ઉપર ચડાઈ કરી. લંડનવાસીઓ ગભરાયા, પણ દેશમાંથી કોઈ મદદ નહિ મળતાં ચાર્લ્સ પાછો ઑલંડ ચાલ્યો ગયો. ક્રાંસને પંદરમે લૂઈ પણ કાંઈ મદદ મોકલી શક્યો નહિ. ચાર્લ્સે ફેંકર્સ પાસે ઇ. સ. ૧૭૪૬ના જાનેવારમાં બીજી વાર અંગ્રેજ લશ્કરને હરાવ્યું. લંડન ખબર પડતાં તાબડતોબ ડયુક ઑત્ કંબલંડને રવાના કરવામાં આવ્યો. તે રાજપુત્રે કલેડન મૂર (Culloden Moor) પાસે ચાર્લ્સને સખ્ત હાર ખવરાવી. ઈ. સ. ૧૭૪૬. ચાલ્સ નાસી ગયો. સ્કૉટ હાઇલેંડરોએ ને ખાસ કરીને ફલોરા કડોનલ્ડ નામની કુમારિકાએ જીવને જોખમે પણ તેને બચાવ્યો. છેવટે એક સ્ત્રીના વેષમાં તે કાંસ નાસી ગયો. કંબલડે હારેલા સ્કૉટ લોકો ઉપર સખ્ત જુલમ ગુજાર્યો-એટલે સુધી કે હજુ તે ખાટકી કંબલંડના નામથી ઓળખાય છે. અંગ્રેજોએ હવે ડૅલેંડના પહાડી જાગીરદારની દિવાની ફરજદારી સત્તાઓ રદ કરી, તેમને માટે નિશાળો ઉઘાડી, તેમને હુન્નરઉદ્યોગ શીખવ્યા, અને એવી રીતે ઑલંડને સંસ્કૃત જીવન ઉપર મૂકી દીધું. ઇ. સ. ૧૭૪૫ના જૈકેબાઈટ બંડનું આ એક શુભ પરિણામ આવ્યું. ઇ. સ. ૧૭૪૮ના એલાશા પેલના કરાર પછી પંદરમા લૂઈએ ચાર્લ્સને કાંસમાંથી કાઢી મૂ કર્યો. પાંચ વર્ષ સુધી તેણે યુરોપમાં જ્યાં ત્યાં ભટક્યા કર્યું. ઇ. સ. ૧૭૫૮માં તે છાને માને ઈંગ્લેંડ આવ્યો ને ઍગ્લિકન ચર્ચમાં દાખલ થયા. પણ પાછે