________________
૨૪૪
મેળવી નહિ; છતાં તેને કારભાર ઇંગ્લંડના ઈતિહાસમાં ક્રાંતિકારક યુગ કહેવાય છે. તેણે નવા વંશની ગાદી સલામત કરી, દેશને ને સંસ્થાને વેપાર વધાર્યો, દેશાવર સાથે મિત્રતા રાખી, પ્રિટેડરના પક્ષને ઢીલો કર્યો,
યુરિટનને દર વર્ષ છુટ આપી તેમને સંતુષ્ટ રાખ્યા, તેમની સામેના કાયદાઓ રદ કરવા ના પાડી તેથી એંગ્લિકનને પણ ખુશ રાખ્યા, ને એવી રીતે ધર્મનું ખોટું ઝનુન ઓછું કરી નાખ્યું. વૉલે વર્તમાનપત્રોના વ્યવસ્થાપકોને ને રાજકીય વિષય ઉપર ચર્ચાઓ કરતા તીખામાં તીખા લેખકને પણ જરાય સતાવ્યા નહિ, એ તે તે ડાહ્યા હતા. એક પ્રકારે તેણે ઈંગ્લેંડના લેખકસમાજને ઉત્તેજન આપ્યું કહેવાય પણ ખરું. વૉલે હિગ પક્ષને પ્રબળ કર્યો. મંત્રિમંડળમાં બધા એક જ મતના હેવા જોઈએ, પ્રધાને મુખ્ય મંત્રી નક્કી કરી શકે, જે કઈ મુખ્ય મંત્રી સામે થાય તેણે રાજીનામું આપવું જોઈએ, મુખ્ય મંત્રીના કહેવા પ્રમાણે જ પ્રધાનોએ વર્તવું જોઈએ, અને હાઉસ ઑવ્ કૅમન્સની બહુમતિથી રાજ્યતંત્ર ચાલવું જોઈએ, એ માન્યતાઓ તેના કારભારથી શરૂ થઈ તેથી વૉલ રાજાના છત્ર નીચે જવાબદાર રાજ્યતંત્રને પિતા પણ કહી શકાય. તેના વખત સુધી મુખ્ય પ્રધાન (First Minister)નું નામ પણ નહોતું, ને તે હેદો જ્યારે તેને લગાડવામાં આવતો ત્યારે શત્રુઓ એ બાબત તુચ્છકારી કાઢતા પણ ખરા. વૉલ રાજાને, પાર્લમેંટને, ને પ્રજાને, એમ ત્રણેયને એક સાથે માનીતે પ્રધાન થઈ ગયો. વૉલ બે યુગોની વચમાં કારભાર કરી ગયો. તેની પહેલાં ઈંગ્લડે વર્ષો સુધી કાંસ સામે લડાઈ કરી જીત મેળવી. તેના ગયા પછી પણ ઇંગ્લડે વર્ષો સુધી તે જ સત્તા સામે લડાઈ કરી જીત મેળવી. પિતાની પહેલાંના જમાનાને વૉલે લાભ લીધે ને પછીના જમાના માટે ઘટતી સ્થિતિ તેણે ઇંગ્લંડમાં ઉભી કરી. વૉલ એક ઘટના સમજી શક્યો નહિ. કાંસ સામે ઇંગ્લડને હવે લડ્યા વગર ચાલે તેમ નહોતું, તેટલું તે કળી શક્યું નહિ. વૉલ
* ડૉ. જોનસન એક સ્થળે કહે છે કે –Walpole was a minister given by the king to the people; Pitt was a minister, given by the people to the King.