________________
૨૪૨
થયાં. અંતે પક્ષ હવે ઈંગ્લંડની મૈત્રી માટે હરીફાઈ કરવા લાગ્યા. ઈંગ્લેંડમાં વૉલ્તેાલ સિવાય તમામ લોકો લડાઈ કરવાના મતના હતા. ખુદ રાજારાણી પણ જર્મનિના હંમેશના સામાન્ય શત્રુ ક્રાંસ સામે લડવા તૈયાર થઈ ગયાં હતાં, પણ વૉપાલે ખામેાશી ધરી. તેને એક પણ અંગ્રેજ લડાઇમાં માર્યો જાય તે જોવું નહતું. ધીમે ધીમે બધા પક્ષકારોને તેણે ઈંગ્લંડન પંજામાં લીધા ને પછી વિએના મુકામે બધા વચ્ચે એક કરાર કરાવ્યો. તે કરારથી સ્પેઈનને સિસિલિ અને નેપલ્સ મળ્યાં; ઑઑગસ્ટસ પેાલંડના રાજા થયો; સ્ટાનિસ્લાસને લૉરેન મળ્યું, પણ એ શરતે કે તેના મરણ પછી તે ક્રાંસને મળે; એંપરરના જમાઈ ને લૉરેનના તાલુકદારને ઈંટેલિમાં સ્કુનિ આપવામાં આવ્યું. તે ઑસ્ટ્રિની કુંવરી મેરાયા થેરેસાને પરણ્યો એટલે છેવટે ટસ્કનિ પણ ઑસ્ટ્રિને જ ગયું, ઑટોખર, ઇ. સ. ૧૭૩૫. આવી રીતે બધા પક્ષ વચ્ચે સમાધાની કરવામાં આવી, તે વૉલ્પાલ એક વાર રાણી પાસે ખેાલી ગયા હતા કે:-Madam, there are fifty thousand men slain this year in Europe and not one Englishman. એ વચને તેણે ખરેાબર પાર ઉતાર્યાં. વૉલ્પાલે કરેલી યાજના હેડ ઓગણીસમી સદીની અધવચ સુધી ટકી રહી.
સ્પેઈન અને ઈંગ્લંડ.—યુટ્રેટની સુલેહમાં ઈંગ્લેંડને સ્પેનનાં અમેરિકન સંસ્થાને સાથે એક જ વહાણ ભરી વેપાર કરવાના હક મળ્યો હતા. અંગ્રેજ વેપારીઓ એકને બદલે અનેક વહાણેા ભરી વેપાર કરતા તેથી સ્પેઈનના અમલદારો તેમને સતાવતા. આ કાયદેસર શિક્ષાને નાહક સતામણીનું ભયંકર રૂપ આપી અંગ્રેજ વેપારીઓએ દેશમાં મોટા કોલાહલ મચાવ્યો. જેન ફિન્સ (Jenkins)નામના એક અંગ્રેજે આવા ગુન્હો કર્યાં · હતા તેથી તેને કાન કાપી નાખવામાં આવ્યા હતા. સ્વદેશ આવતાં તે પેાતાના દેશભાઈ એને સખ્ત ઉપાયા લેવા ઉશ્કેરવા લાગ્યા. આવી ધાતકી સજા વેઠતી વખતે તેણે માત્ર આટલા જ વિચાર કર્યાં, I commended my soul to my God and to my country. અંગ્રેજો વૉલ્પાલને લડાઈ કરવા
my cause આગ્રહ કરવા