________________
૪૦
ઉત્પન્નમાંથી અથવા ઓછા વ્યાજના દરે નાણું અનામત–Sinking Fundમૂક્યું ને તેમાંથી કરજ પતાવવા માંડયું. વૈલપેલ કેટલીક વાર આ રકમ રાજ્યના સામાન્ય ખર્ચ માટે પણ વાપરી નાખતે, છતાં તેણે ૮૪ લાખ પડનું દેવું એ જનાથી પતાવ્યું.
વૈલપેલે આંતર કારભારમાં બીજા સુધારાઓ કર્યા નહિ. ક્રોમવેલ, ચંધમ, કે ઈલિઝાબેથના અમલ સાથે તેને કારભાર સરખાવી શકાશે કહી કેટલાએક જરૂરના સુધારાઓ તેણે ઈરાદાપૂર્વક હાથમાં પણ લીધા નહિ. તેનું એક કારણ તે એ હતું કે દેશને મોટા ને ક્રાંતિકારક સુધારાઓની નહિ, પણ સુલેહ ભર્યા ને આબાદી વધારનાર રાજ્યતંત્રની ખરી જરૂર હતી. વલપેલે તેવું રાજ્યતંત્ર લેકોને આપ્યું. તેણે યુરિટને માટે ટેસ્ટ એકટ જેવા કાયદાઓ રદ કરવાની ના પાડી, પાર્લમેંટની સાત વર્ષની મુદત એમ ને એમ રાખી, હાઉસ એવું કૅમન્સની ચુંટણીઓમાં કોઈ સુધારો કર્યો નહિ એટલું જ નહિ, પણ તેની સામે વલણ લીધું. સ્કલંડના પહાડી લેકની સત્તા ઓછી ન કરી એ બધું ખરું છે, પણ એ બધા સુધારાઓ માટે તેણે પિતાના દેશભાઈઓને તૈયાર કર્યા ને હેનવર વંશના રાજ્યતંત્રને લેકમાન્યને કપ્રિય કર્યું.
વલપેલે કરજદારને કેદના ત્રાસથી મુક્ત કર્યા, ને લોકોની દારૂ પીવાની, બદીને ઓછી કરવા પ્રયાસ કર્યો. પરિણામે સ્કેલેંડમાં લોકોએ તેફાન મચાવ્યું અને સુલેહ જાળવવા ગોળીબાર કરવાને હુકમ કરનાર પિશિઅસ નામના લશ્કરી અમલદારને તેઓએ જેઈલ તેડી, તેને બહાર કાઢી, ફાંસી આપી દીધી; છતાં વૅલપલે ખામોશી પકડી ને ગુન્હેગાર એડિનબરે શહેરની. સુધરાઈને છેડે જ દંડ કર્યો. તેણે નાટકશાળાઓને પણ સુધારી.
વૈલપલ અને યુરોપ સેવિલનો કરાર.—લખેલને મન લડાઈ એટલે પ્રજાને અસંતોષ, કારભારીઓને ઉત્પાત, લેકો ઉપર કરને ભાર, વેપારને નુકસાન, માણસોને નિરર્થક ઘાણ અને પ્રિટેડરને એક નવી તક, એ સિવાય બીજું કાંઈ નહતું. પણ તે હિગ હતે.
૪ આ બાબત રકટે Heart of Middhianમાં સુંદર રીતે આલેખી છે.