________________
૨૩૪
કે કેથોલિક એપરર ચાલ્સને પરણવા તેણે ના પાડી હતી, જો કે તે લગ્નથી તે મોટી સત્તા ઉપર આવી શક્ત. છતાં તે ઝનુની નહોતી. પિતાના બેવફા પતિની બધી નબળાઈઓ તે સહન કરતી. માત્ર રાજ્યમાં પિતે પિતાનું ધાર્યું કરી શકે તેટલા માટે તેણે વૈલપલને વિશ્વાસમાં લીધે. તે ઘણું ખંતીલી હતી. માણસની પરીક્ષા કરવામાં પણ તે બહુ બાહોશ હતી. ઇંગ્લડને સુલેહની ને નિયમિત અમલની જરૂર છે એમ તેને ખાત્રી થઈ ગઈ હતી, તેથી જ તેણે વૈલપેલને ભરેસે કર્યો. એ અંગ્રેજ મુત્સદી સાથે રાણી ઘણી ટથી વર્તતી ને વૅલપલની ગામઠી મશ્કરીઓ પણ તે પી જતી, કારણ કે તેના આખા જીવનને મુખ્ય હેતુ એ હતું કે કારભારમાં પિતાની ને પિતાની જ સત્તા કાયમ રહે. કારભારી ને રાણી અમુક બાબત ઉપર પહેલાં એકમત થતાં; પછી તે બાબત બંને રાજાના મનમાં આબાદ રીતે ઠસાવી દેતાં, ને એ બાબત ખરી રીતે તે પોતાના જ મગજમાંથી નીકળી હોય એમ રાજા માની બેસતે.* Vરોબર્ટ વાલોલ: પૂર્વ રંગ—રાજ્યને ત્રીજે મુખ્ય સ્તંભ વલપેલ હતો. આ રાજપુરુષને જન્મ ઈ. સ. ૧૬૭૬ના ઓગસ્ટમાં નૈફેકના પરગણામાં થયો હતો ને તેને અઢાર તે ભાંડુઓ હતાં. કુટુંબની સ્થિતિ એકંદરે સારી હતી. તેના માબાપને વિચાર એ હતું કે નાને વૈલપલ ચર્ચમાં નોકરી મેળવી વિખ્યાત થાય. પણ મેટો પુત્ર મરી જતાં વૈલપલને પોતાની પાસે રાખી અનુભવ આપ્યા સિવાય બાપને છૂટકે નહોત; તેથી તેને યુનિવર્સિટિમાંથી ઉઠાડી મૂકવામાં આવ્યો ને ઘેર જમીન ને બીજી મીલકત સંભાળવાનું કામ સોંપવામાં આવ્યું. ઈ. સ. ૧૭૦૦માં લપિલને બાપ મરી ગયો ને બીજે વર્ષે તે હાઉસ એવું કોમન્સમાં ચુંટાયો. તે ઠેઠ ઇ. સ. ૧૭૪૨ સુધી તે સભામાં બેઠો.
* વૈલપલ એક ઠેકાણે કહી ગયો છે કે–When I give her (the Queen ) her lesson, she can make him ( the King ) propose the very thing as his onn opinion which a week before he had rejected as mine (Walpole’s).