________________
૨૭૨
વેપારી હક આપ્યા. ચાર્લ્સ સ્પેઈનને ઈટલિમાં બદલે આપવા કબુલ્યું ને જિબ્રાલ્ટર મેળવી દેવા મદદ આપવા વચન આપ્યું. રશિઆ પણ એ કરારમાં ભળ્યું. ઇંગ્લડે જિબ્રાલ્ટર પાછું સોંપવા ના પાડી એટલે સ્પેઈન સામે પડ્યું. અંગ્રેજ મંત્રિમંડળે પ્રશિઆ, કાંસ ને સ્વિડનને પિતાના પક્ષમાં લીધાં, ને હેનેવર મુકામે ઔસ્ટિઆ ને પેઈન સામે જુદે કરાર કર્યો, ઈ. સ. ૧૭૨૫–૨૭. પણ પ્રશિઆને ફ્રેડરિક થોડાક વખતમાં એ જેલમાંથી છટકી ગયો. છતાં યુરોપમાં લડાઈ સળગશે એમ બીક લાગવા માંડી. પણ ઓસ્ટ્રિઆ પેઇનને પડખેથી ખસી ગયું એટલે એ ધાસ્તી ઓછી થઈ.
રાજાનું મરણ, ઇ. સ. ૧૭૭ –રાજા ઑર્જ ઇ. સ. ૧૭૨૭ના જુનમાં મરી ગયો. તેની કેટલીક નબળાઈઓ તે આપણે શરૂઆતમાં જોઈ ગયા છીએ; છતાં એટલું કહેવું જોઈએ કે સારા કારભારીઓ શોધી કાઢીને તેણે ઈંગ્લેંડનું અક્કસ રાજ્યતંત્ર સારા પાયા ઉપર મૂક્યું. પિતાના વતન હૈનેવરના હિત માટે તેણે ઈગ્લડનું અહિત તે કર્યું નહિ; ઉલટું, પિતાને વગથી ને હૈનેવરના મુસદીઓના અનુભવથી ઇંગ્લંડને તે દિશામાં કેટલો લાભ મળ્યો.
.
પ્રકરણ ૧૮મું બીજે જં, ઈ. સ. ૧૭૨૭-૬૦. ત્રણ મુખ્ય વિભાગો–બીજા જ્યોર્જના અમલના ત્રણ વિભાગો થઈ શકે છે. (1) ઇ.સ.૧૭૨૭-૪૨,
જ્યારે વૉલપલ મુખ્ય કારભારી રહ્યા. (૨) ઇ. સ. ૧૭૪૩–૫૬, જ્યારે મંત્રિમંડળો ખૂબ બદલાયાં. ને (૩) ઈ. સ. ૧૭૫૬-૬૦, જ્યારે પિટ આગળ આવ્યો ને ઈગ્લડ ક્રાંસ સામે લડાઈમાં ઉતર્યું. એ અમલમાં પહેલાં પંદર વર્ષ દરમ્યાન રાજ્યમાં ત્રણ ધુરંધર માણસે મુખ્ય કહી શાયઃ (૧) રાજા પિતે. (૨) રાણી
જ્યોર્જ ૨ જે