________________
૨૨૬
ખાસ કરીને તાજની સત્તાથી સ્વતંત્ર થયાં, તાજની સત્તા એટલે અંશે ઘટી, અને હાઉસ ઑવ્ કમન્સ હાઉસ એવું લૅન્ડ્ઝના અંકુશથી સ્વતંત્ર થયું. આ કાયદે લગભગ બસો વર્ષ સુધી ચાલુ રહ્યો.
ઍનહેપની પરદેશ સાથેની રાજ્યનીતિ, ઈ.સ.૧૭૧૪-૨૧ઉપર આપણે જોઈ ગયા કે પરદેશ સાથેના વ્યવહારમાં પહેલા મંત્રિમંડળને આત્મા ઍનહોપ હતા. યુક્રેટની સુલેહમાં ટેરિ મુત્સદ્દીઓએ વિહગ સિદ્ધાંતને બાજુએ મૂક્યા હતા. હવે હિંગ લોકે સત્તા ઉપર આવ્યા હતા. તે પ્રતિકૂળ શરતોને કઈ પણ રીતે ફેરવી શકાય એમ હતું; પણ યુરોપની સ્થિતિમાં હવે એક બીજો અગત્યનો ફેરફાર થઈ ગયો હતો. પ્રથમ તે ઇ. સ. ૧૭૧પમાં ફાંસને રાજા ચંદમે લૂઈ મરી ગયે. બીજું, ઇંગ્લો રાજા હૈનવરને પણ રાજા હતો ને હૈનેવર જર્મન, એમ્પાયર એટલે ઑસ્ટ્રિઆના રાજ્યતંત્ર,
અને સ્વિડન તથા રશિઆ સાથે નિકટ સંબંધમાં હતું. જ્યોર્જ હૈનેવરના હિતને જ હંમેશાં લક્ષમાં રાખતા. આ કારણથી ઍનહોપને જુદી જુદી દિશાઓમાં ધ્યાન રાખવું પડયું. ઇ. સ. ૧૭૧૫માં જ્યાજે જર્મનિમાં બ્રિમન (Bremen) અને વર્ડનને (Verden) કબજો મેળવ્યો હતો ને તે બાબતમાં તેને ઍપરરની ખાત્રી જોઈતી હતી. ઍનહોપે પહેલાં તે લંડ સાથે ને ઑસ્ટ્રિઆ સાથે લડાઈ વખતે પરસ્પર મદદ કરવાને વેસ્ટમિન્સ્ટરનો કરાર ર્યો, ઈ. સ. ૧૭૧૬.
પેઈનના રાજા પાંચમા ફિલિપને કાંસના સગીર રાજાના વાલી બનવું હતું કે તે માટે તેને ઈંગ્લંડની મદદ જોઈતી હતી, તેથી તેણે અંગ્રેજોને વેપારના હકો આપ્યા, ઈ. સ. ૧૭૧૬. બાલ્ટિક સમુદ્રમાં સ્વિડનના રાજાને નબળો કરવામાં આવ્યું, કારણ કે તે હેનેવર વિરુદ્ધ પ્રિટેંડરને મદદ કરવા કારસ્તાન કરતા હતા. કાંસ પણ ઈ. સ. ૧૭૧૭માં હોલંડ ને ઈગ્લેંડ સાથે ત્રિપક્ષ કરાર (Triple Alliance)માં ભળ્યું. ઈ. સ. ૧૭૧૭માં ટાઉનશેન્ડ ને વૈલપલ મંત્રિમંડળમાંથી નીકળી ગયા ને સંડલંડ દાખલ થયો, એટલે યુરોપીય કામકાજમાં સ્ટેનહોપ કુલ સત્તા ભોગવત થય.