________________
રર૩ પહેલું મંત્રિમંડળ-સ્ટેનહેપ અને ટાઉનશેડ(stanohope; , Townshend), ઇ. સ. ૧૭૧૪–૧૬. પ્રધાનને હે –ઉપર જણાવ્યું તેમ જોજે મુખ્યત્વે હિગ આગેવાનોને મંત્રિમંડળમાં જગ્યા આપી. આ મુત્સદીઓમાં સ્ટેનહોપ અને ટાઉનશેન્ડ મુખ્ય હતા. ટાઉનશેન્ડ ચુસ્ત પ્રોટેસ્ટંટ, સરળ, કામકાજથી પૂરેપુરે વાકેફ, ખંતીલે, ટેકીલે, પ્રમાણિક, પણ આવેશી હતે. ઍનહોપ પાર્લમેંટના કામકાજમાં ઉસ્તાદ, બાહોશ સિપાઈ, નિપુણ ધારાશાસ્ત્રી, યુરોપની પરિસ્થિતિને પૂરે વાકેફગાર, વિદ્વાન, ને મુત્સદી હતા. ટાઉનલેન્ડને સાળા વૈપલ આ મંત્રિમંડળમાં હાજર હતા. એમના સિવાય રાજાના જર્મન મિત્ર રાજ્યકારભારમાં ને મુખ્યત્વે પરદેશ ખાતાના કારભારમાં સારી પેઠે માથું મારતા. જ્યોર્જ અંગ્રેજી સમજતે નહિ તેથી તે મંત્રિમંડળની બેઠકોના પ્રમુખસ્થાને બેસવા આવતે નહિ. પરિણામે મંત્રિમંડળના કામકાજના ઈતિહાસમાં એ ધારે પડી ગયું કે રાજા કદી પણ તેમાં હાજરી આપી શકે નહિ. મંત્રિમંડળની ચર્ચાઓ હવે વધારે સ્વતંત્ર થઈ ગઈ. રાજાની ગેરહાજરીમાં મંડળને મુખ્ય મુત્સદી પ્રમુખ થવા લાગે. કાળક્રમે, તે Prime Minister–મુખ્ય પ્રધાનના નામથી ઓળખાવા લાગે. મંત્રિમંડળના ઠરાવનું નિવેદન આ મુખ્ય અમાત્ય હંમેશાં રાજાને કરતે.) આંતર કારભારમાં હવેથી ઈગ્લેંડના રાજાઓ ઝાઝા દરમ્યાન થયા નહિ.
છે ? ૮. * પ્રિટેન્ડરની ઇગ્લડ ઉપર સવારી, ઇ. સ. ૧૯૧૫–રાજા બીજા જેઈમ્સને પુત્ર જેઈમ્સ એડવર્ડ, શેવેલિઅર દ સાન ઑર્જ (Chevalier de St. George) 241 qua 12Ahi ziai a cuien dirail સાથે ખાનગી પત્રવ્યવહાર ચલાવતા હતા. જે ગાદીએ આવ્યું ત્યાર પછી બૌલિંગ જેવા કેટલાએક ટેરિ આગેવાને તેની પાસે નાસી ગયા. ચંદમે લૂઈ ઈ. સ. ૧૭૧૫ના સપ્ટેમ્બરમાં મરી ગયે તેથી કાંસમાંથી તેને ખાસ મદદ મળી શકે એમ નહતું; પણ ઇંગ્લંડમાં માલંબરે જેવા કેટલાક અસંતુષ્ટ ને સ્વાર્થી આગેવાનોએ તેને ખોટી આશાઓ આપી. અર્લ આવું ભારે સપ્ટેમ્બરમાં ઓંલંડમાં બંડ ઉઠાવ્યું ને પ્રિટેન્ડરને રાજા તરીકે જાહેર : કર્યો. મૅકિન્ટોશ વગેરે હાઈલેંડરે તેની સાથે ભળ્યા. તુરત તેઓએ પાર્થને