________________
૨૨૨ હતે, તેથી તેની ગેરહાજરી દરમ્યાન રાણીએ મરણ પથારી ઉપર કરેલી લિખિત સુચના પ્રમાણે નવા મંત્રિમંડળે દેશને કારભાર નવા રાજાને નામે સંભાળે. પૅર્જ પિતે ટુંક મુદતમાં ઇંગ્લેંડ આવ્યું. એ વખતે તેની ઉંમર ૫૪ વર્ષની હતી. હૈનેવરની ગાદીએ આવ્યાં તેને સોળ વર્ષ થયાં હતાં. તેણે ઑસ્ટ્રિઆમાં નેધલંડ્ઝમાં સરદારી કરી બતાવી હતી. તે રગેરગમાં પાક જર્મન હતે. તે ડાબેલ, સાદે, કદરૂપિ ને કરકસરી હતું. તેનામાં મહત્વાકાંક્ષા હતી. મુખ્ય મુદ્દાઓ તે સમજી શકત. તેનામાં ક્રૂરતા જરા પણ નહોતી. પણ તે ઘણે કૃપણ, લંપટ, હલકટ સ્વભાવને, આવડત વગરને, સાહિત્ય કે કળા તરફ તદન બેદરકાર, ને ધર્મ ઝનુની પ્રોટેસ્ટંટ હતું. લોકેના પ્રતિનિધિઓને વિશ્વાસમાં લઈ રાજ્ય કરવાનું તે ક્યાંય શીખ્યો નહોતો. અધુરામાં પૂરું, તે અંગ્રેજી ભાષા કે સંસ્થાઓ વિષે કાંઈ જાણતા નહે. માંસ સામે સતત વિગ્રહ કરવો જોઈએ, એમ તે ભાનતે. વિહગ લોકો જ તેના ખરા મિત્રો છે, એમ તે હંમેશાં સમજો. નવા રાજાએ પિતાની પત્નીને તજી દીધી હતી ને તેને હેનેવરમાં કેદ કરી હતી. તે સ્ત્રી ત્યાં જ મરી ગઈ તેણે કદી ઈંગ્લંડનાં “ઝાડવાં” જોયાં નહિ. ઇંગ્લંડમાં રાજા પાસે બે રખાતે રહેતી, એ કારણથી જ્યોર્જને પિતાના એકના એક પુત્ર ને પુત્રી સાથે બનતું નહિ. પત્ર ફેડરિકને રાજા તેના બાપ સાથે રહેવા દેતા નહિ. આ કૌટુંબિક વિખવાદ વંશાનુગત ચાલ્યો આવ્યો. પણ પાટવી કુંવર જ્યોર્જ ઑગસ્ટસની પત્ની કેરેલિન (Caroline) ઘણી ચાલાક સ્ત્રી હતી. નવા રાજાના જર્મન સાથીઓ આપખુદ હતા. તેઓ લાંચ લઈ રાજા પાસેથી લોકોને લાભ અપાવતા. પરિણામે અંગ્રેજ મુત્સદીઓ વચ્ચે ને તેમની વચ્ચે ઘણી તકરારે થઈ. જ્યોર્જ ઈગ્લેંડ માટે જરા પણ દરકાર કરતા નહિ. તેણે હેનેવર ઉપર જ પિતાનું મન લગાડયું. પરિણામે અંગ્રેજ મુત્સદીઓએ ઈંગ્લેંડને કારભાર રાજાની દરમ્યાનગીરી સિવાય કર્યો. જ્યોર્જ તમામ સત્તા હિગ મુત્સદ્દીઓને આપી દીધી; તેથી તાજની સત્તા ઘટી, પાર્લમેટના અધિકારે વધ્યા, ટરિઓ રાજ્યતંત્રથી લગભગ પચાસ વર્ષ સુધી બાતલ રહ્યા, ને નવું રાજ્યતંત્ર લોકમાન્ય થયું.