________________
૨૨૦ ખંડ થે. હૈનેવર વંશ.
પ્રકરણ ૧૬મું હૈનેવરના રાજાઓને અમલ, ઈ. સ. ૧૭૧૪–૧૮૧૫. | મુખ્ય લક્ષણે –ઍનના મરણ પછી ઍકટ વ્ સેટલમેંટ પ્રમાણે હેનેવરને ઈલેક્ટર જ્યોર્જ ગાદીએ આવ્યું. આ બનાવ અઢારમી સદીનાં ચાર વર્ષ વીત્યા પછી બન્યું. છતાં આપણે તે વખતથી તે ઠેઠ ફ્રાંસ સામેના યુદ્ધના અંત સુધી એટલે ઇ. સ. ૧૭૧૪થી ઇ. સ. ૧૮૧૫ સુધીના ઇંગ્લંડના ઇતિહાસને મુખ્યત્વે હેનેવરના રાજાઓના અમલને જ કે અઢારમી સદીને ઇતિહાસ કહીશું, કારણ કે કેટલેક પ્રકારે એ અમલમાં ઘણું ખરાં સૂત્ર સર્વમાન્ય હતાં. હવે રાજા અને પ્રજાને વિરોધ શાંત થઈ ગયો હતો. ઇંગ્લડના લેકની રાષ્ટ્રીય ભાવના સતેજ થઈ હતી. યુરેપનાં તમામ રાજ્યમાં આ અઢારમા સૈકામાં ખુનખાર રાજ્યક્રાંતિઓ થઈ પણ ઈંગ્લેંડનું રાજ્યતંત્ર જરા પણ ડોલ્યું નહિ. ઉલટું, ઇંગ્લડનું સામ્રાજ્ય વધ્યું ને આબાદ થયું. દેશમાં પાલમેટની સત્તા વધી. ખેતીને ને વેપારને પણ વિકાસ થયો. ઈ. સ. ૧૭૧૪નું ગ્રેટ બ્રિટન યુરોપમાં મુખ્ય દરિઆઈ રાજ્ય હતું; ઈ. સ. ૧૮૧૫નું ગ્રેટ બ્રિટન આખી દુનિયાનું મુખ્ય સામ્રાજ્ય થઈ ગયું. અમેરિકાનાં અંગ્રેજ સંસ્થાને સ્વતંત્ર થયાં એ ખરું છે, પણ ઈંગ્લડે કેનેડામાં, મધ્ય અમેરિકામાં, આફ્રિકામાં, હિંદુસ્તાનમાં ને એશિઆના બીજા ભાગમાં ઘણે મુલક મેળવ્યો. આ વખતમાં ઈગ્લેંડને મુખ્યત્વે કાંસ સાથે લડવું પડયું. ઇંગ્લડને રાજ્યકારભાર હવે રાષ્ટ્રીય ને માન્ય થતા જતા હતા. એવા કારભારથી અંગ્રેજો નેપોલિઅન જેવી મહાશક્તિને દબાવી શક્યા. યુરોપમાં રાષ્ટ્રની સ્વતંત્રતાને ને વ્યક્તિની સ્વતંત્રતાને હજુ જન્મ પણ થયો નહોતે, ત્યારે ઈંગ્લંડમાં એ પ્રમાણે તમામ રાજ્યતંત્ર ખેડાતું હતું. ફેંકસ કહેતા કે-Liberty is order, liberty is strength, liberty is also unity. 241 સૂત્રે ઉપર કારભાર ચલાવીને અંગ્રેજ મુત્સદ્દીઓએ પોતાના દેશને દુનિઆનું સામ્રાજ્ય અપાવ્યું. એ બાબત આખું યુરેપ હવે બે આંખે જોઈ રહ્યું.