________________
૨૧૯
પરિષદ્ મળી, પણ ઍટલંડના વિરોધથી તે પરિષદ્ પડી ભાંગી.. ઉલટું, ઇ. સ. ૧૭૦૩-૪ની સ્કોટ પાર્લમેંટે ગાદી માટે ઈંગ્લેડથી જુદો બંદેબસ્ત કરવાનો ઠરાવ કર્યો. ઇંગ્લંડની પાર્લમેંટ સામે એ જ કડક જવાબ વા ને સ્કોટ લોકોના વેપાર વગેરે સામે કાયદાઓ કર્યા. ઈ. સ. ૧૭૦૬માં મંત્રિમંડળે વળી જુના સવાલને ફડ લાવવા માટે એકત્રીસ સ્કટ પ્રતિનિધિઓ ને તેટલા જ અંગ્રેજ પ્રતિનિધિઓ નીમ્યા. તેઓની સૂચનાઓ પ્રમાણે સ્કેલેંડની પાર્લમેટને બંધ કરવામાં આવી. તેને બદલે ઑલંડથી. ઇંગ્લંડના હાઉસ આવુ કૅમન્સમાં ૪૫ જણ ને હાઉસ એવુ લૉઝમાં ૧૬. જણા બેસે એમ નક્કી થયું. સ્કર્લંડના કાયદાઓ ને તેના ચર્ચની વ્યવસ્થા હતાં તેમજ રહ્યાં. ઇંગ્લડના દેવામાં ને કર વગેરેની બાબતમાં પણ બને વચ્ચે વેગ્ય સમજુતીઓ કરવામાં આવી. વેપારમાં ને સંસ્થાનિક વસવાટમાં ઓંલંડની પ્રજાને અંગ્રેજો જેટલી છૂટ આપવામાં આવી. આવી રીતે ઈગ્લેંડનું ને સ્કલંડનું રાજ્યતંત્ર એક થયું, મે, ઇ. સ. ૧૭૦૭. તે ઐક્યથી એકંદરે બંને પ્રજાને લાભ થયો, યુરોપમાં ઇંગ્લેડનું વજન વધ્યું, ને ઉત્તરમાં પરરાજ્યો તરફનો ભય નાબુદ થયો.