________________
૨૦૭
ખૂબ નાણું લીધું. ઇ. સ. ૧૭૦૨માં બંને કંપનિઓને ભેગી કરી નાખવામાં આવી. આ એકસપી પણ માત્ર થોડા વખત માટે જ ટકી શકી. સુલેહના વખતમાં વળી બંને પક્ષ પરસ્પર લડવા લાગ્યા. રાજા પણ અળખામણો થયું હતું, કારણ કે સ્પેઇન સાથેના કરારે તેણે ગુપ્ત રાખ્યા હતા ને મંત્રિમંડળની સલાહ લીધી નહોતી. નવી પાલમેંટ એકદમ ટેરિ નીવડી. તે વખતે લૂઈએ સ્પેઇનના રાજ્યને ગળી જવાની યુક્તિઓ કરી ને જેઈમ્સના ભરણ વખતે તેના પુત્રને ઈંગ્લંડની ગાદીના ખરા હકદાર તરીકે સ્વીકાર્યો. તુરત જ રાજાએ નવી પાર્લમેંટ બેલાવી, નવંબર, ઈ. સ. ૧૭૦૧. તે નવી સભામાં મોટે ભાગે હિગે આવ્યા. પણ વિલિયમને તેને લાભ મળી શક્યો નહિ. ઈ. સ. ૧૭૦૨ના ફેબ્રુઆરિ માસમાં તે હૅપ્ટન કેર્ટના મેદાનમાં ઘોડા ઉપરથી પડી ગયો ને માર્ચની ૯મી તારીખે મરી ગયે.
Act of Settlement-ગાદી સંબંધી કાયદે, જુન, ઇ. સ. ૧૯૦૧ –વિલિયમની છેલ્લી ટેરિ પાર્લમેટે ઈંગ્લેડની ગાદીને બંદોબસ્ત કર્યો. વિલિયમના મરણ પછી તે ન ગાદીએ આવનાર હતી. પણ એનને અત્યારે સંતાન નહોતું; તેથી પાર્લમેટ પહેલા જેઈમ્સની પુત્રી ઇલિઝાબેથ અને ઇલેકટર પેલેટિન ફેડરિકની પુત્રી, ને હૈનેવરના રાજા ઈલેટરની વિધવા-સેફાયાને ને તેના વંશજેને ગાદી આપી. ગાદીને બંદેબસ્ત કરતી વખતે ટેરિ પાલટે હિગ સિદ્ધાંતને કાયદામાં મૂક્યા. દરેક રાજાએ ને રાણીએ હવે ઇંગ્લંડના ચર્ચમાં જ રહેવું જોઈએ; અદાલતે ને ન્યાયાધીશ પાર્લમેંટની રજા સિવાય ખસેડી શકાય નહિ; કોઈ રાજા પોતાના પ્રધાનને કામ ચાલે તે અગાઉ માફી આપી શકે નહિ; પ્રધાનએ મંત્રિમંડળના ઠરાવો ઉપર પિતાની સહીઓ આપવી જોઈએ; કેઈ રાજા હવે દેશબહાર પાર્લમેંટની રજા વગર જઈ શકે નહિ; પરદેશીઓ જમીન, કે હેદો, કે પાર્લમેંટની સભ્યગીરી ભેગવી શકે નહિ; ને સરકારી નોકરને વર્ષાસન ખાવાવાળાઓ લોર્ડ્સમાં બેસી શકે નહિ; એ આ કાયદાના બીજા ભાગે હતા. આ કલમોથી પ્રધાન પાર્લમેંટને વિશેષ જવાબદાર થઈ શકયા. અદાલતે તાજની વગની બહાર આવી ગઈ પાર્લમેટ શુદ્ધ થઈ શકી, ને રાજાની સત્તા ઉપર વિશેષ અંકુશ મુકાયા.