________________
૧૯૭
હવે કૅમ્પબેલ કુટુંબના માણસોએ મિત્ર તરીકે મૅકડોનલ્ડનાં ધરામાં ઉતારા કર્યાં ને પછી એક અનુકૂળ સવારે તેમાં રહેતાં કેટલાંક માણસા, પુરુષો, સ્ત્રીઓ ને હેકરાં, બધાંને નિર્દય રીતે હણી નાખવામાં આવ્યાં, ને તેમની માલમતાને પણુ નાશ કરવામાં આવ્યેા. વિલિયમ આ હત્યાકાંડની જવાબદારીથી મુક્ત થઈ શકતા નથી. તેણે એ પુનરેજી માટે જવાબદાર અમલદારોને સજા કરી નહિ.
આયર્લેંડમાં જેઇમ્સના પક્ષની હાર, ઇ. સ. ૧૬૮૯-૯૦.— આયર્લેંડમાં ઇ. સ. ૧૬૮૯ના માર્ચમાં જેમ્સ પોતે દાખલ થયા. ત્યાંના કથાલિકાએ તિર્કોનલની આગેવાની નીચે તેને મદ આપી. ચાદમા લૂઈ પણ તેની . મદદે હતા, જો કે જેઈમ્સને ઈંગ્લેંડનું રાજ્ય પાછું લેવું હતું, જ્યારે લૂઈ ને સ્વતંત્ર રાજ્ય જોઇતું હતું. તે દેશના પ્રોટેસ્ટંટા ડરીને લંડનડરિમાં ભરાઇ ગયા. શત્રુઓએ તે શહેરને ઘેર્યું. ઘેરા લાંબે વખત ચાલ્યો. શહેરનાં માણસો પાસે ખારાક ખુટી ગયા, એટલે સુધી કે જો કોઇ જાડા માણસ જડી આવે તેા તેને ખાઈ જવાનું પણ તે ભૂલે નહિ. છેવટે ઇંગ્લંડથી મદદ આવતાં દુશ્મનાએ ઘેરા ઉઠાવી લીધા. વિલિયમ પોતે હવે આયર્લેંડમાં દાખલ થયા. ઇ. સ. ૧૬૯ના જીનમાં ખાન (Boyne) નદી ઉપર તેણે જેઈમ્સને સખ્ત હાર આપી. જેઈમ્સ *ાંસ નાસી ગયા. માર્લભરાએ ખીજાં થાણાં સર કર્યાં. ફ્રેંચ પણ સ્વદેશ ચાલ્યા ગયા. લિમરિક મુકામે પ્રાર્ટસ્ટંટાએ આઈ રિશે સાથે સુલેહ કરી. આ હારને પ્રોટેસ્ટંટાએ પૂરા લાભ લીધા. હજારે। આઇ રિશે અમેરિકા જતા રહ્યા ને ઉઘોગા નાશ પામ્યા.
સ્કાલ્લંડમાં નવી રાજ્યક્રાંતિની પૂર્ણાહુતિ.—સ્કાટ્લડની પાર્લમેંટે ઈંગ્લંડની પાલમેંટના જેવા પ્રજાજનેાના હુકાના કાયદો કર્યો. તેણે પ્રેસ્મિટેરિઅન પંથ થી દેશમાં સ્થાપ્યા ને પોતાની સત્તા વધારી. પરિણામે ઈંગ્લંડ ને સ્કોટ્લડ વચ્ચે હવેથી વધારે તીવ્ર મતભેદ થતા ગયા.
for the vindiction of public justice, to extirpate that seet of thieves, to act against them by fire and sword, to burn their houses, to seize their goods, and to cut off the men.