________________
૧૯૫
કન્વેન્શન પાર્લમેટ, ઇ. સ. ૧૬૮-જ્યારે રાજા જેઈમ્સ -નાસી ગયો ને વિલિયમ ને મેરિ હજુ લંડનમાં આવ્યાં હતાં, ત્યારે પાર્લમેટે દેશને કારભાર વિલિયમના હાથમાં સેં ને દરમ્યાન એક કામચલાઉ પાર્લમેંટ બેલાવવાની તેને સલાહ આપી. એ કન્વેન્શન પાર્લમેંટ જાન્યુઆરિની આખરમાં મળી. તેમાં હિંગ પક્ષ બળવાન હતા. તેણે બહુમતિથી જેઈમ્સને પદભ્રષ્ટ કર્યો, ગાદી ઉપર કઈ વાર કૅલિક ધર્મને રાજા બેસી શકે નહિ એ ઠરાવ કર્યો, અને વિલિયમને અને મેરીને રાજારાણી બનાવ્યાં પણ કારભાર વિલિયમને એકલાને જ સે. ઉપરાંત બેમાંથી જે કઈ જીવતું રહે તે એકના મરણ પછી ગાદી ભોગવે, ને બંનેના મરણ પછી મેરિનાં છોકરાંને, પછી જેઈમ્સની પુત્રી એનને ને તેનાં છોકરાંને, ને પછી વિલિયમનાં છોકરાંને ગાદી મળે, એવું નક્કી કરવામાં આવ્યું.
પ્રજાના હકનું જાહેરનામું: તે સંબંધનો કાયદો –The Declaration of Rights; the Bill of Rights–કવેન્શન પાલમેટે ગાદીના હકદાર વિષે ચેકસ ઠરાવ આપ્યા પછી પ્રજાના હકને ઠરાવ આપે. એક જાહેરનામાથી રાજા પાસેથી દેશના કાયદાઓને અમલ મોકુફ રાખવાની ને તે કાયદાઓને રદ કરવાની તમામ સત્તા લઈ લેવામાં આવી. પાર્લમેંટની સંમતિથી જ હવે કર નાખી શકાય; સુલેહના વખતમાં દેશમાં કાયમ લશ્કર રાખી શકાય નહિ; પાલમેંટ હરહંમેશ મળવી જ જોઈએ; એ આ જાહેરનામાનાં બીજાં અંગે હતા. ઇ. સ. ૧૯૮૮ના ડિસેમ્બરમાં જાહેરનામાને રાજાની સંમતિ મળી એટલે તે દેશને કાયદે થશે.
જેઈમ્સને પદભ્રષ્ટ કરનાર ઠરાવ આહં આપે છે?—That King James the Second, having endeavoured to subvert the constitntion of the Kingdom by breaking the original contract between King and People, and by the advice of Jesuits and other wicked people having violated the fundamental laws, and having withdrawn himself out of his kingdom, has abdicated the government, and the throne is thereby become vacant.